આક્રોશ: સંજેલીમાં પોલીસ જવાને હોમગાર્ડ જવાનની વર્ધી ફાડી માર માર્યો, કાર્યવાહીની માંગને લઈને જવાનો હડતાલ પર ઉતર્યાં

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પીએસઆઇ રૂ.5,000 નો હપ્તો લેતો હોવાનો જાહેરમાં ગંભીર આક્ષેપ કર્યો

સંજેલી સ્માર્ટ પોલીસ મથકના પીએસઓ અને જમાદારે હોમગાર્ડ જવાનને તોછડી ભાષામાં અપશબ્દોનો ઉપયોગ કરી કોટયુ પકડી ઝપાઝપી કરી વર્દી ફાડી હાથપગ તોડી નાખવાની ધમકી આપતા કાયદેસરની કાર્યવાહીની માંગને લઈને જવાનો હડતાલ પર ઉતર્યાં હતાં. બીજા દિવસે પણ હડતાલ પર રહેતા સોમવાર ના રોજ ડીવાયએસપી દોડી આવ્યાં હતા. અને જવાનોને સમજાવી ફરજ પર હાજર થવાનું કહ્યું હતું. જ્યારે હોમગાર્ડ જવાનની વર્ધી ફાડી હોવાનો પીએસઆઇ પાંચ હજાર રૂપિયાની હપ્તા લેતો હોવાનો વીડિયો વાઈરલ થતાં તાલુકામાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

તું દારુ પીધેલો છે તેમ કહી પોલીસ મથકમાં ખેંચી લઈ ગયા

સંજેલી તાલુકા મથકે સ્માર્ટ પોલીસ મથક આવેલુ છે. રાત્રિ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે. 12મીને શનિવારના રોજ પોલીસ જવાને હોમગાર્ડ જવાન ચંદ્રસિંહ સોનાભાઇ બારીયા બે મિનિટ લેટ પડતાં પીએસઆઇ અને જમાદારે હોમગાર્ડેને તોછડી ભાષામાં ઉપયોગ કરી ઝપાઝપી કરી કોટિયું પકડી વર્ધીના ખિસ્સું, બટન, માસ્ક તોડી નાખ્યું હતું. તું દારુ પીધેલો તેમ કહી પોલીસ મથકમાં ખેંચી લઈ જતા જવાને વર્દીનું અપમાન ન કરો સાહેબ કરતો રહ્યો છતાં પણ ખેંચી લઈ જતાં જે બાદ જમાદાર મુકેશ પણ ઉશ્કેરાઈ જઈ ગાળો અને અપશબ્દનો પ્રયોગ કરી હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી.

જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને લેખિત રજુઆત કરી

જેથી તમામ હોમગાર્ડ સભ્યો હડતાલ પર ઉતરી ગયા હતા. અને પીએસઓ અને જમાદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગને લઇને જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને લેખિત રજુઆત કરી હતી. સાથે સાથે 48 સભ્યોને ફરજ પર લેવાને બદલે વધુ સભ્યો હાજર રાખવા પીએસઆઇ દ્વારા 5,000 રૂપિયાનો હપ્તો પણ લેવાતો હોમગાર્ડ જવાનો દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેથી આ તમામ વીડીયોને લઇ સંજેલી તાલુકા સહિત જિલ્લામાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

એક વ્યક્તિ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો

સંજેલી જમાદાર તરીકે ફરજ બજાવતા મુકેશનો એક વર્ષ અગાઉ પણ પોલીસ મથક આગળ ચાઈનીસ વાળા જોડે માથાકૂટનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ફરી શનિવારના રોજ ગાળો આપી અપશબ્દોનો પ્રયોગ કરી હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જો ખરેખર સંજેલી તાલુકામાં પચાસ જેટલાં જ હોમગાર્ડ જવાનોની રાત્રી ફરજ દરમિયાન જરૂર પડતી હોય તો પીએસઆઈ દ્વારા પાંચ હજાર રૂપિયાના હપ્તા માટે 100 જેટલા જવાનો કેમ બોલાવવામાં આવે છે અને સરકારને ખોટો ખર્ચ શા માટે કરવો પડે છે.

ધાક ધમકીઓ આપતા તમામ જવાનો હડતાલ પર ઉતરી ગયા

હોમગાર્ડ જવાન જોડે જમાદાર અને પીએસઓએ શનિવારના રોજ કપડાં ફાડી અને ધાક ધમકીઓ આપતા તમામ જવાનો હડતાલ પર ઉતરી ગયા હતાં. અને બનાવના વીડિયો બનાવ્યાં હતાં. તેમજ જીલ્લા કમાન્ડિંગને જાણ કરવામાં આવી છે. સંજેલી ખાતે હોમગાર્ડ જવાન જોડે બનેલા બનાવની રજુઆત જવાન દ્વારા કરવામાં આવી છે. જેની કાયદેસરની કાર્યવાહી કરવા ડીવાયએસપી જાણ કરવામાં આવી છે. પરંતુ સંજેલી યુનિટ કમાન્ડીંગસ વિજયભાઇ બારીયા દ્વારા આ બનાવ બાબતની કોઈ પણ રજુઆત કરવામાં આવેલી નથી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: