અસમાન ભાવની અસર: દાહોદમાં મધ્યપ્રદેશના લોકો પણ આવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે, મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં 10 થી 12 રૂપિયા પેટ્રોલ-ડીઝલ સસ્તાં

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • People From Madhya Pradesh Are Also Coming To Dahod To Fill Up Petrol diesel, Petrol diesel Is Cheaper By 10 To 12 Rupees In Gujarat Than In Madhya Pradesh.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના પેટ્રોલપંપ પર MPના વાહનોની કતાર
  • MPના પિટોલમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ ઘટ્યું

દેશભરમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે સામાન્ય લોકો પરેશાન છે, ત્યારે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના લોકોએ સસ્તું પેટ્રોલ ડીઝલ મેળવવા નવો રસ્તો શોધી કાઢ્યો છે. ગુજરાતને અડીને આવેલી મધ્યપ્રદેશની સરહદ પરના ગામના લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે ખાસ ગુજરાતના દાહોદ આવી રહ્યા છે.

મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં ઓછા ભાવ

મધ્યપ્રદેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ 99 રૂપિયા 43 પૈસા છે. તો ગુજરાતના દાહોદમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 88 રૂપિયા 72 પૈસા છે. મધ્યપ્રદેશમાં 1 લીટર ડીઝલનો ભાવ 90 રૂપિયા છે તો ગુજરાતના દાહોદમાં 1 લીટર ડીઝલનો ભાવ 87 રૂપિયા 97 પૈસા છે.મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા છે અને દાહોદમાં સસ્તા છે ત્યારે દાહોદના પંપો પર ભીડ જામી રહી છે.બીજી તરફ પિટોલ કે જે મધ્ય પ્રદેશમાં પ્રવેશતાં જ પહેલુ વિકસીત ગામ છે ત્યાંના પેટ્રોલ પંપો સુમસામ ભાસી રહ્યા છે.મંદીને કારણે આવા પેટ્રોલ પંપ ઉપરથી રોજ 10 થી 12 કર્મચારીઓ કામ કરતા હતા તેમાં ઘટાડો કરી માત્ર અડધા કર્મચારીઓ જ રાખવામા આવે છે.કારણ કે પેટ્રોલ પંપની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે.

દાહોદ મધ્યપ્રદેશની સરહદની પાસે આવેલું શહેર હોવાથી વેપાર ધંધા અર્થે પણ એક બીજા સાથે સંકળાયેલુ છે.જેથી મધ્યપ્રદેશના વેપારીઓ દાહોદ શહેરમાં વિવિધ પ્રકારની ખરીદી કરવા આવતા હોય છે તેમજ દાહોદના વેપારીઓ પણ મધ્ય પ્રદેશમાં પોતાનો વેપાર કરી રહ્યા છે. આદિવાસી બાહુલ્ય હોવાથી સામાજિક રીતે પણ આ સમાજ અરસ પરસ એક બીજા સાથે સંકળાયેલો છે.

પેટ્રોલ પંપ પર ગુજરાત કરતા મધ્યપ્રેદશના વધુ વાહનો

મધ્ય પ્રદેશના શ્રમિકો ગુજરાતના મહાનગરોમાં મોટા પ્રમાણમાં રોજગારી માટે જતા હોય છે.તેવા શ્રમિકો દાહોદ બસ સ્ટેશને થી જ મુસાફરી કરતા હોય છે.જેથી આવા શ્રમિકોની આવન જાવનને કારણે દાહોદ અને મધ્ય પ્રદેશ વચ્ચે વાહન વ્યવહાર તો લગભગ 24 કલાક ચાલતો હોય છે.સરકારી બસો પણ કાયદેસરના રુટો સાથે તેના નિયત સમય પ્રમાણે દોડતી રહે છે.જેથી મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારના વેપારીઓ અને જન સામાન્ય દાહોદમાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા પેટ્રોલ પંપો પર ઇંધણ ભરાવવા કતારો જમાવી રહ્યા છે. તેને કારણે આવા પંપો પર ગુજરાત કરતા મધ્ય પ્રદેશના વાહનોની કતારો જામી રહી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: