અસમંજસ: કોવિડની ગાઇડલાઇન અનુસરીને શાળાઓ શરૂ થવી જોઇએ: બહુમત, જિલ્લાના વાલીઓએ આપ્યો મિશ્ર પ્રતિસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ, ગોધરા3 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા ધો. 10 અને 12 ના વર્ગો આગામી તા. 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ગોધરા- દાહોદમાં આ સંદર્ભે વાલીઓમાં મત મતાંતર પ્રવર્તી રહ્યો છે. કેટલાકે શાળાઓ આરંભાય તો સારું કહ્યું તો મોટાભાગનાએ શાળાઓ બંધ રહે તેવો સૂર રેલાવ્યો હતો.

જરૂરી સલામતી સાથે શાળા શરૂ થવી જોઇએ
હવે બધું શરૂ થવા માંડ્યું છે ત્યારે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો કોઈ અર્થ નથી. તેનાથી બાળકો ઉપર વિપરીત અસરો પડે છે. આથી જ હવે જરૂરી સલામતી સાથે શાળાઓ ચાલુ થવી જ જોઇએ. > ડૉ પ્રિયંકા શાહ

શાળાઓ શરૂ થાય તો જોખમ વધી શકે છેે
કોરોનાનું જોખમ તો ચારેબાજુ હજુ એટલું જ છે. ત્યારે આવા સમયે જોખમ સાથે સ્કૂલો ચાલુ થશે તો જોખમ રહેશે. મારું તો માનવું છે કે વેક્સિનેશન ના થાય ત્યાં સુધી શાળાઓ બંધ રહેવી જોઈએ.
> સમીના મોહંમદ જીરુવાલા

હવે તો શાળાઓ શરૂ થાય એ જ જરૂરી છે
લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ ચાલતાં વિદ્યાર્થીઓ હવે મુંઝાય છે. ઓનલાઈન શિક્ષણથી ગુમાવવાનું વધુ આવે છે. હવે તો શાળાઓ શરૂ થાય અને વિદ્યાર્થીઓ ખરું શિક્ષણ પામે એવું મારું મંતવ્ય છે. > તૃષ્ણા શ્રેયસ શાહ

માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શાળાઓ શરૂ થવી જોઇએ
જીવનનો મહત્વનો વળાંક ગણાતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ લાંબા સમયથી ઓનલાઇન શિક્ષણ પામી રહ્યા છે. ત્યારે હવે ખરેખર શાળાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટંન્સિંગ સાથે શરૂ થવી જ જોઇએ. મહત્વના ગણાતા ધોરણના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ મળવું જોઈએ તો જ બાળકોનું સાચેસાચું ઘડતર થઈ શકે તેવું મારું માનવું છે.> સાકીર કડીવાલા

કોરોના જાય નહીં ત્યાં સુધી બંધ જ રાખો
ભૂલકાંઓના ભાવિ સાથે કોઈ છેડછાડ ન જ થવી જોઈએ અને જ્યાં સુધી હિન્દુસ્તાનમાં કોરોના સમૂળગો નાશ ન પામે ત્યાં સુધી શાળાઓ બંધ જ રહેવી જોઈએ એવું મારું તો સ્પષ્ટ મંતવ્ય છે.
> નિરજ(ગોપી) દેસાઈ

જોખમ વચ્ચે દીકરીને શાળાએ નહીં મોકલું
મારી દીકરી ધો.10 નો અભ્યાસ ઓનલાઇન કરે છે. સરકારે ભલે શાળાઓ ચાલુ કરવાની જાહેરાત કરી પણ કોરોનાના નવા રૂપને જોઇ હું દીકરીને નહીં મોકલું. ટેમ્પરેચર ગનથી કોઇ લક્ષણ નથી જણાતાં. > નિરવ ઉપાધ્યાય

સરકાર બધાને રસી મૂકે પછી શરૂ કરો
કોરોનાના કેસ હજુ આવી રહ્યા છે ત્યારે શાળાઓ ચાલુ કરવાથી કોરોનાનો ચેપ બાળકને લાગી શકે છે. સરકાર બધાને રસી મુકે બાદમાં શાળાઓ ચાલુ કરવી જોઇએ. મારા દીકરાને શાળાએ મોકલતાં ડર લાગે છે. > કમલેશભાઇ પરમાર


Related News

Comments are Closed

%d bloggers like this: