અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન, જિલ્લામાં ઠેરઠેર હર્ષોલ્લાસ સાથે વધામણાં

  • રામભક્તોએ ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચી ઉજવણી કરી: બહુધા વિસ્તારોમાં ધજા ફરકાવી રસ્તા પર રંગોળી દોરી કરાઇ
  • દાહોદ જિલ્લામાં રામ મંદિરના ભૂમિ પૂજનના અવસરની હિન્દુ સમાજ દ્વારા ઉજવણી કરાઈ

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

દાહોદ. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજન ટાણે વિવિધ હિંદુ વિસ્તારોને શણગારીને વર્ષોથી સેવેલા શ્રીરામ મંદિર બને તે સપનાને સાકાર થવાની ઘડીને આવકારી હતી. દાહોદના સ્ટેશન રોડ, દેસાઈવાડના શ્રીવલ્લભ ચોક, ગોધરારોડ સહિતના વિસ્તારોમાં ધજાપતાકા સાથે ઝંડીઓ ફરકાવીને આ સુવર્ણ ઘડીને આવકારી હતી. જયારે વડાપ્રધાને અયોધ્યા ખાતે મંદિર પરિસરમાં પૂજાવિધિ સાથે ભૂમિ પૂજન સંપન્ન કર્યો તે સમયે દાહોદના અનેક વિસ્તારોના રહીશો દ્વારા શંખનાદ પણ કરાયો હતો. શહેરના સ્ટેશન રોડ ઉપર દાહોદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ભાજપના સદસ્યોએ એકઠા થઈને ‘જય જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા.

દાહોદના પુરબીયાવાડની ગલીઓને ધજા વડે શણગારી રસ્તા ઉપર રંગોળી દોરવામાં આવી હતી. ગોધરા રોડ વિસ્તારમાં કારસેવકોના સન્માન સાથે ઉજવણી કરાઇ હતી. જિલ્લાના લીમખેડા, સંગીવડ, ફતેપુરા, સુખસર, સીંગવડ, ધાનપુર, લીમડી, ઝાલોદ,ગરબાડા. દેવગઢ બારિયા, સંજેલી સહિતના ગામોમાં પણ રામમંદિરે વિશેષ આરતી યોજાઈ હતી


Related News

Comments are Closed

%d bloggers like this: