અબળા પર વધુ એક અત્યાર: ફતેપુરાના ઘુઘસમા નરાધમે પરિણીતાના ઘરમા ઘુસી બિભત્સ માંગ કરી, માગણી ન સ્વીકારી તો બે વર્ષની બાળાનુ અપહરણ કર્યુ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Fatehpura’s Ghughsama, Naradham Broke Into His Wife’s House And Made A Nasty Demand. If He Did Not Accept The Demand, He Abducted A Two year old Child.

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાંચના ટોળા સાથે ધસી આવેલા નરાધમે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી

દાહોદ જિલ્લામાં મહિલા પરના અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. ધાનપુરના ખજુરી અને દેવગઢ બારીઆની ઉચવાણની ઘટના બાદ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક પરિણીત મહિલાના ઘરમાં એક નરાધમ ઘુસી જઈ પરિણીતાની ખેંચતાણ કરી વિભિત્સ માંગણી કરી હતી. આ માંગણી ન સંતોષતાં નરાધમ અને તેવા સાગરિતોએ પરિણીતાની 2 વર્ષીય માસુમ બાળાનું અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને પોલીસમાં ફરિયાદ આપીશ તો બાળકીને મારી નાંખીશું અને ગામમાં રહેવા નહીં દઈએ, તેવી ધમકીઓ પરિણીતાએ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામમાં મહિલા ઉપરના અત્યાચારના ધ્રૃણાસ્પદ બનાવને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાના પડઘા ગાંઘીનગર સ્થિત મુખ્યમંત્રી રૂપાણી, ગૃહમંત્રી સહિત ડીજીપીના ધ્યાને આવતાં તેઓ પણ આ ઘટનાને સંબંધીત કાયદેસરની કડક કાર્યવાહી કરવા દાહોદ જિલ્લા પોલીસને આદેશો કરી દીધાં હતાં. આ ઘટનાનમાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાં છે.

દાહોદ જિલ્લામાં મહિલાની સુરક્ષા જળવાઈ રહે તેમ માટે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સુરક્ષા સમિતિઓની રચના પણ કરવામાં આવી છે, પરંતુ મહિલાઓ અત્યાચારનો ભાગે બનતી રહી છે. આવી જ વધુ એક ઘટના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસમા બની છે. અહી રહેતી એક 23 વર્ષીય પરિણીતા પોતાના ઘરે હતી. આ દરમિયાન ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ખુંટા ફળિયામાં રહેતો આનંદ મલજીભાઈ પારગી પરિણીતાના ઘરે આવ્યો હતો અને પરિણીતાની ખેંચતાણ કરી બિભિત્સ માંગણી કરી હતી.

પરિણીતાએ આનંદની બિભિત્સ માંગણી ન સ્વિકારતાં આવેશમાં આવેલા આનંદે પોતાની સાથે પોતાના જ ગામમાં રહેતાં અન્ય ઈસમો પ્રકાશ ઉર્ફે પરતેશ હકરાભાઈ પારગી, પપ્પુ ચીમનભાઈ પારગી, સંદિપ ખીમાભાઈ પારગી અને મલજી સવજીભાઈ પારગીને સાથે લાવી પરિણીતાના ઘરે આવ્યો હતો અને પરિણીતાની 2 વર્ષીય બાળકીનુ અપહરણ કર્યું હતુ. જ્યારે મલજી સવજીભાઈ પારગીએ પરિણીતાને, પોલીસમાં ફરિયાદ આપીશ તો તને ગામમાં રહેવા નહીં દઈએ, ગામમાં રહેવું તને ભારે પડી જશે તેમજ કહી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ સંબંધે પરિણીતાએ ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: