અફરાતફરી: દાહોદ જિલ્લામાં એક દિવસે બે અલગ-અલગ સ્થળે આગ લાગતાં દોડધામ મચી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતાં ઘરવખરી બળીને ખાખ
- ઝાલોદના રણિયારમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગના કારણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દહેશત ફેલાઇ
- દેવગઢ બારીયાના ઘાટી ફળિયામાં જંગલ વિસ્તારમાં દાવાનળને મહામહેનતે કાબુમાં લીધો
દાહોદ જિલ્લામાં એક જ દિવસે બે ઠેકાણે આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં ઘરમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતાં લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે દેવગઢ બારીયાના જંગલ વિસ્તારમાં દાવાનળને કારણે ફેલાયેલી જ્વાળાઓને કાબુમાં લેવા ફાયર ફાયટરો તેમજ વન કર્મીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આગને કારણે આસપાસના વિસ્તારોમાં પણ દોડધામ મચી ગઇ હતી.
રાંધણગેસના સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો
દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં આગ લાગવાની બે ઘટના બની હતી. જેમાં ઝાલેદ તાલુકાના રણિયાર ગામમાં ઇનામી ફળિયામાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઇ હતી. આ આગની જ્વાળાઓના કારણે ઘરમાં મુકી રાખેલા રાંધણગેસના સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેને કારણે આગની તીવ્રતા વધી ગઇ હતી. ગેસ સિલીન્ડર ફાટતાં આખા વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને દોડધામ મચી ગઇ હતી. ઘરના સદસ્યો દોડીને બહાર ચાલ્યા જતાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
સ્થાનિકોએ જે હાથણાં આવ્યુ તે વાસણ હાથમાં લઇને આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ આગ કાબુમાં ન આવતાં ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી.

ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી
જંગલના ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી
આગનો બીજો બનાવ દેવગઢ બારીયા તાલુકામાં આવેલા ઘાટી ફળિયાની પાસે આવેલા જંગલ વિસ્તારમાં બન્યો હતો. કોઇ કારણોસર જંગલના ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળતાં રહેણાંકોમાં દોડધામ મચી ગઇ હતી. જંગલ વિસ્તાર હોવાથી આગને કારણે ઉઠતાં ધુમાડાના ગોટો ગોટાને કારણે આખા વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ હતી. પ્રથમ તો સ્થાનિકોએ જ આગ ઠારવા પ્રયત્ન કર્યો હતો પરંતુ જંગલની આગ ઝડપથી આગળ વધી રહી હતી. જેથી વન વિભાગમાં જાણ કરતાં વન કર્મીઓ પણ દોડ઼ી આવ્યા હતા તેમજ ફાયર ફાયટરોને પણ તાબડતોબ બોલાવી લેવાયા હતા. આમ સામુહિક પ્રયત્નોને કારણે આગ કાબુમાં આવી હતી.
Related News
ક્રાઇમ: અપહરણ કરી સગીરા પર બે યુવકોનું દુષ્કર્મ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
સ્થિતિ ચિંતાજનક: ઝાલોદ ગ્રામ્યના 37 સહિત જિ.માં અધધ… 74 સંક્રમિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed