અપીલ: દાહોદમાં કોરોનાથી સ્થિતિ ન વણસે તેના માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- પાલિકા પ્રમુખે સપ્તાહ થી દસ દિવસના સંપૂર્ણ લોકડાઉન માટે અનુરોધ કર્યો નાગરિકો સમર્થનમાં પરંતુ સફળતા માટે વેપારી સંગઠનોનું સમર્થન જ મહત્વનું બની રહેશે
દાહોદ શહેરમાં કોરોના વકરી ગયો છે. સરકારી વ્યવસ્થાઓ હવે પુરતી નહી રહે તેમ લાગી રહ્યુ છે. ત્યારે દાહોદમાં લોકડાઉનનો વિકલ્પ વિચારાધીન છે. ત્યારે નગર પાલિકા પ્રમુખે આગામી મંગળવારથી સ્વૈચ્છિક લોોકડાઉનની અપીલ કરી છે ત્યારે શહેરના હિતમાં તે કેટલી કારગર નીવડશે તે હાલ કહેવુ અઘરુ છે. બીજી તરફ કોરોનાની ગતિને રોકવા માટે હવે તે અનિવાર્ય હોવાનો મત પ્રબળ બની રહ્યો છે.
દાહોદ જિલ્લામાં ગઇ કાલ સુધી નોંધાયેલા કુલ કોરોના દર્દી ત્રણ હજાર 751 છે. જેમાં બે હજાર 60 કેસ શહેરી વિસ્તારના છે. તેમાંથી મહત્તમ કેસ જિલ્લા મથક દાહોદના છે અને કોરોના કાળના આરંભથી જ દાહોદ તેમાં મોખરે રહ્યુ છે. હાલમાં દાહોદ શહેરમા કોરોનાના દર્દી વધી રહ્યા છે ત્યારે બજારોમાં ઉમટતી ભીડ સામે કોરોના નાથવાના તમામ પ્રયત્નો વાંમણાં પુરવાર થઇ રહ્યા છે.
સોશિયલ મીડીયામાં સ્વૈચ્છિક લોકડાઉન વિશે ચર્ચા ઉભી થઇ
દાહોદમાં આવેલી ઝાયડસ હોસ્પીટલ હાઉસફુલ છે તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ જગ્યા નથી. તંત્રએ મોટા ભાગના દવાખાનાઓને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી દીધી છે. તેમ છતાં દવાખાનાઓમાં સરળતાથી જગ્યા મળતી નથી. દાહોદ રાજકોટ જામનગરની પરિસ્થિતિ તરફ ન ધકેલાય તેવુ સૌ કોઇ ઇચ્છી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડીયામાં સ્વૈચ્છિક લોકડાઉન વિશે ચર્ચા ઉભી થઇ છે. તેમાં લોકડાઉનને સીધી કે આડકતરી રીતે સમર્થન મળતુ હોવાનું તારણ નીકળી શકે તેમ છે. જોકે, ઘણાં લોકો લોોકડાઉનને ઉકેલ માનતા પણ નથી.
સોમવારે 4 વાગ્યા સુધીમાં જરુરી ચીજ વસ્તુઓની ખરીદી કરી લેવા અનુરોધ કરાયો
તેવા સમયે દાહોદ નગર પાલિકાના પ્રમુખે આજે સોશિયલ મિડીયામાં એક અપીલ કરી છે. જેમાં જણાવ્યુ છે કે કોરોનાનો બીજો સ્ટ્રેઇન ખતરનાક છે. કેટલાયે લોકોને ગુમાવવા પડ્યા છે ત્યારે હવે સોમવારે 4 વાગ્યા સુધીમાં જરુરી ચીજ વસ્તુઓની ખરીદી કરી લેવા અનુરોધ કરાયો છે. તેની સાથે મંગળવારથી સપ્તાહ કે દસ દિવસનુ લોકડાઉન કરવાની ગંભીર અપીલ કરવામાં આવી છે. હાલ તો નાગિરકો સમર્થન આપી રહ્યા છં પરંતુ લોકડાઉનને સફળ બનાવી કોરોનાને રોકવા માટે વેપારી સંગઠનો સાથે શહેરીજનોનો કેટલો સંગાાથ સાંપડે છે તેના પર બધું જ નિર્ભર છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed