અપીલ: દાહોદના નગરપ્રમુખે વધુ 3 દિવસ લોકડાઉન લંબાવવા અપીલ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતું જેથી લોકોને કરાયેલી અપીલ

દાહોદમા કોરોના સંક્રમણ અટકવાનું નામ જ નથી લેતું ત્યારે નગર પ્રમુખ રીનાબેન પંચાલે કોરોનાની ચેઇન તૂટે અને લોકો સલામત બને તેવા શુભાશયે શુક્ર, શનિ અને રવિવારની સાથે વધુ ત્રણ દિવસ શહેરીજનો બંધ પાળે તો ફાયદો થઇ શકે તેવી અપીલ કરી છે. અપીલમાં જણાવ્યું છે કે શહેરમાં કોરોનાના નાજુક તબક્કે કોરોનાની ચેઈન તૂટે તે ખૂબ જરૂરી છે.

વેપારી મિત્રોના સહકારથી 3 દિવસના સફળ લોકડાઉન બાદ હવે સોમ, મંગળ અને બુધવારે એમ વધુ ત્રણ દિવસનું લોકડાઉન ફરીથી આપણે રાખીએ તે જરૂરી છે. તો જ કોરોનાના વધતા કેસ અને વધતા મૃત્યુદરમાં આપણે સહુ ફાયદો મેળવી શકીશું.

દાહોદ તાલુકાના 43 સહિત કુલ 104 કોરોનાના કેસ નોંધાયા
દાહોદ. દાહોદ જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 104 કેસ નોંધાયા હતા. નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 22, દાહોદ ગ્રામ્યના 21, ઝાલોદ અર્બન 10, ઝાલોદ ગ્રામ્ય 13, દે.બારિયા અર્બન 9, દે.બારિયા ગ્રામ્ય 6, લીમખેડા 5, સીંગવડ 2, ગરબાડા 6, ધાનપુર 3, ફતેપુરા 4 અને સંજેલીના 3 નવા સંક્રમિતો નોંધાયા હતા. સાજા થયેલા 62 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 726 થઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: