અપીલ: ઝાલોદ, લીમડી, દાહોદ, બારીયામાં કોરોના સંક્રમણનું મોટું જોખમ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 15 દિવસે કોરોના ટેસ્ટની અપીલ

દાહોદ જિલ્લામાં કોરોનાને ધ્યાનમાં રાખી નાગરિકોને સાવચેત રહેવા, અને તંત્રને સહયોગ આપવા કલેક્ટર વિજય ખરાડીએ અપીલ કરી છે. ઝાલોદ, લીમડી, દાહોદ શહેર તથા બારીયામાં સંક્રમણનું મોટું જોખમ તોળાઇ રહ્યું છે. માટે નાગરિકો અલર્ટ થઇ જાય અને કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરે.

ઝાલોદ અને લીમડીના નાગરિકો પૂરેપૂરો સહકાર આપે. ગત્ત તારીખ 7ની સ્થિતિએ પ્રતિ 10 લાખે 64464ના કોરોના ટેસ્ટ કર્યા છે. પ્રતિ 10 લાખે 758 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. દાહોદમાં અન્ય બિમારી ધરાવતા હોય એવા એટલે કે કોમોબિડ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેમની ઉંમર 46થી 90 વર્ષ વચ્ચેની હોય છે. ટેસ્ટની સાપેક્ષે પોઝિટિવીટીનું પ્રમાણ 1.18 ટકા છે.

સૌથી ઓછો પોઝિટિવીટી ધરાવતા ત્રણ જિલ્લામાં દાહોદનો સમાવેશ થાય છે. કોરોનાના કેસો ડબલ થવાના દિવસો 81 થયા છે. જ્યારે, રિક્વરી રેટ 93 ટકા જેટલો છે. કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ ઘટીને 0.38 ટકા થયો હોવાનું કલેક્ટર ખરાડીએ ઉમેર્યુ હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: