અપહરણ: દાહોદના કાંટુ ગામે પોતાની રિક્ષામાં આવતા દંપતિને માર મારી બે શખ્સો પતિને ઉઠાવી ગયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પતિ-પત્ની ખાતરની ખરીદી કરીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામા આંતરયા પતિનું અપહરણ કરતાં પત્નીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાટું ગામે પતિ-પત્નિ બંન્ને પોતાની ઓટો રિક્ષામાં બેસી જઈ રહ્યાં હતાં. તે સમયે એક બોલેરો ગાડીમાં સવાર થઈ આવેલા બે વ્યક્તિઓએ રિક્ષા ઉભી કરાવી દંપતિ સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કરી પતિને માર મારી પોતાની બોલેરો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે પત્નિએ ફરિયાદ નોંધાવી છે.

ધાનપુર તાલુકાના ઝાબુ ગામે નિશાળ ફળિયામાં રહેતાં માજુભાઈ ચીમનભાઈ પરમાર અને તેમની પત્નિ વનીતાબેન માજુભાઈ પરમાર બંન્ને જણા પીપેરો ગામે ખાતરની ખરીદી કરીને પરત પોતાની રિક્ષામાં બેસી ઘરે જતાં હતા. આ દરમિયાન બપોરના બાર વાગ્યાના આસપાસ કાટું ગામે રહેતાં રમેશ વરસીંગભાઈ પરમાર અને મુકેશ ઉર્ફે માજુ પરમાર બંન્ને પોતાના કબજાની બોલેરો ગાડી લઈ ઉપરોક્ત દંપતિ પાસે આવ્યાં હતાં.

દંપતિ પાસે આવી તેમની રિક્ષા ઉભી કરાવી તેમની સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરવા લાગ્યાં હતાં અને એકદમ ઉશ્કેરાઈ જઈ માજુભાઈને બેફામ ગાળો બોલી ગડદાપાટ્ટુનો માર મારી બોલેરો ગાડીમાં બેસાડી લઈ ભાગી ગયાં હતાં. આ સંબંધે વનીતાબેન માજુભાઈ પરમારે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: