અપમાન: દાહોદમાં રાષ્ટ્રધ્વજ કચરા ભેગા જોવા મળતાં શહેરીજનોમાં રોષ ફેલાયો, જવાબદારો સામે કાર્યવાહીની માગ ઉઠી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- માણેક ચોક વિસ્તારામંથી તિરંગા મળી આવ્યા
દાહોદમાં નાના તિરંગા કચરા ભેગા જોવા મળતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે. કારણ કે દેશભક્તિનો દેખાવ કરવાને સમયે જે રાષ્ટ્ર ધ્વજ ઠેર ઠેર લગાવાય છે તેની ગરીમા જે તે પર્વ પછી પણ જાળવવી જરુરી છે.ત્યારે આવી રીતે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરનારાઓને શોધીને તેમને સબક શીખવવો જરુરી લાગી રહ્યો છે. જ્યારે જ્યારે રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે ત્યારે દેશભક્તિના દાખલા ઠેર ઠેર જોવા મળતાં હોય છે.રાજકીય પક્ષોના નેતાઓ પણ ખાદીના વસ્ત્રોમાં સુસજ્જ થઇને તિરંગાના બ્રોચ લગાવીને ફરતાં જેવા મળે છે.ત્યારે વાહનો ને દુકાનો તેમજ મોટા મોટા શો રુમોમાં પણ હવે તિરંગા અને તિરંગાના ત્રણ રંગ વાળા ફુગ્ગા લગાવવાની જાણે ફેશન થઇ ગઇ છે.જેથી ગ્રાહકોને આકર્ષવા પુરતી જ આવી દેશભક્તિ વેપાર વધારવાનું માધ્યમ બની ગઇ છે તેમ કહેવું વધારે પડતું નથી, બીજી તરફ રાષ્ટ્રીય પર્વો ગયા બાદ લોકોની દેશભક્તિ જાણે ભુલાઇ ગઇ હોય તેમ જણાય છે.કારણ કે ફરી પાછા બધા પોત પોતાની પળોજણમાં લાગી જતા હોય છે.ત્યારે દેશભક્તિ જતાવવા કે બતાવવા માટે ભારતની આન,બાન અને શાન સમા જે તિરંગાને આપણે જે તે સ્થળે લગાવીએ છીએ તેને ઉતારીને તેની ગરીમા પ્રમાણે તેને વીંટી જાળવીને મુકવા તે તમામ ભારતીયની નૈતિક ફરજ છે.તેમ છતાં તેમાં ઘણી વખત બેદરકારી કરવામાં આવે છે. આવી જ એક ઘટના દાહેદ શહેરમાં બની છે.જેમાં શહેરમાં ધમધમતા માણેક ચોક પાસે નાના તિરંગા કચરા ભેગા ફેંકવામાં આવ્યા હોવાનુ શહેરીજનોના ધ્યાને આવ્યુ છે.તેની તસવીરો સોશ્યલ મીડીયામાં પણ વાઇરલ થઇ છે.ત્યારે આ તિરંગા કોણે કેમ આવી રીતે ફંક્યા તે તપાસનો વિષય છે.તેને શોધીને કમ સે કમ આવી નિસ્કાળજી કેમ દાખવી તેની તપાસ કરવી પણ એટલી જ અનિવાર્ય છે.
આ તિરંગા શહેરની એક પ્રસિધ્ધ અને મોટી મોબાઇલ શોપની સામે મળી આવ્યા છે.તિરંગાની સાથે આ મોબાઇલ શોપના બીલ તેમજ થેલીઓ પણ જોવા મળી હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે.ત્યારે પોલીસ વિભાગે જે તે દિશામાં કાર્યવાહી કરી તિરંગાનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
Related News
જાહેરનામાનો ભંગ: ધાનપુરના ભોરવામાં ચાંદલાવિધિમાં 200નું ટોળુ ભેગુ કરનાર સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કાર્યવાહી: દાહોદ તાલુકામાં હોમ ક્વોરોન્ટાઇનના કાયદાનો ભંગ કરનાર બે સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed