અનોખો મેળો: બાધા પુરી કરવા ધગધગતા અંગારામાં ચાલવાની છે અનોખી પરંપરા, ઝાલોદ તાલુકામાં ધૂળેટીના દિવસે ચુલના મેળાનું છે અનેરુ મહત્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચુલનો મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદીરના પંટાગણમાં યોજાય છે
  • આ મેળામાં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવામાં આવે છે

દાહોદ જિલ્લાના આદિવાસીયો હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે. ત્યારે હોળીના પાંચ દિવસ પહેલા એટલે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો મેળો એટલે ચુલનો મેળો.

કોરોના મહામારીને પગલે મેળાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું

દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમા આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે હોળી. આ મેળો હોળીના બિજા દિવસ એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે. આ મેળો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી, કાલીગામ, ગરબાડા તાલુકાના ગાંગરડી અને લીમખેડા તાલુકાના દુધિયામાં યોજાય છે. જેમા લોકો મોટી સંખ્યામાં જોડાય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને પગલે મેળાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેને પગલે આ વખતે ચુલનો મેળો સાદાઈથી યોજાયો હતો.

ગામના ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે

દાહોદ જિલ્લામાં આમ તો આગિયારસથી લઇને પાંચમ સુધી અનેક મેળાઓ યોજાય છે. પરંતુ ઝાલોદ તાલુકાના રણિયાર સરકારીમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચુલના મેળાનું અનેરુ મહત્વ છે. ચુલનો મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદીરના પંટાગણમાં યોજાય છે. આ મેળામાં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવામાં આવે છે. આ ચુલમાં અંગારા કરવા માટે ગામના ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે.

તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચુલના ફેરા ફરાય છે

ત્યાર બાદ આ ચુલના મેળામાં સૌથી પહેલા ગામના લોકો દ્વારા 5*2.5 હાથ ફૂટ લામ્બો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઉંડો ખાડો ખોદવામા આવે છે. આ ખાડામાં સૌથી પહેલા લોકો પોતાની માંનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઇને સૌથી પહેલા થંડી ચુલમાં ચાલતા હોય છે. ત્યાર બાદ ગરમ ચુલમાં ચાલવામાં આવે છે. ત્યારે એજ ખાડામા સુકા લાકડા મુકીને સળગાવવામાં આવતા હોય છે. ત્યાર બાદ એક્દમ ધગધગ્તા અંગારા થઇ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદડા વડે અંગારામા ઘીની આહુતી આપતા હોય છે. આ ચૂલમા ચાલ્વા માટે બાજુમા આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચુલના ફેરા ફર્યા બાદ પોતાની માનતા પુરી કરવા માટે લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે.

આ ચુલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો છાલા પડતા કે નથી તો કોઇ બીમારી થતી. ત્યારે ઝાલોદ તાલુકાના રણીયારમાં ચુલના મેળામાં લોકો ધગધગતા અંગારામાં ચાલીને પોતાની માંનતા પુરી કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: