અનેરો ઉત્સાહ: દાહોદ નગર પાલિકાની ચુંટણી માટે બે દિવસમાં 88 ઉમેદવારો ફોર્મ લઇ જતાં પોલીટીકલ પંડિતો આશ્ચર્યમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કુલ બેઠકો 36 હોવા છથાં 48 કલાકમાં બમણાં મુરતિયા ઉમેદવારી પત્રો લઇ ગયા 255 ફાર્મના ઉપાડનો આંકડો સપ્તાહમાં રેકોર્ડ તોડે તેવી સંભાવના

દાહોદ નગર પાલિકાની ચુંટણીને લઇને કડકડતી ઠંડીમાં રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો વર્તાઇ રહ્યો છે. ચુંટણી અધિકારીની કચેરીમાંથી ઉમેદવારી પત્રો આપવાનો આરંભ કરવામાં આવ્યો છે ત્યારે બે દિવસમાં જ અકલ્પનિય આંકડો સામે આવ્યો છે.જેમાં બે દિવસમાં વિવિધ પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા 88 ઉમેદવારો 255 ઉમેદવારી પત્રો લઇ ગયા હોવાની માહિતી મળી છે.

દાહોદ નગર પાલિકાની ચુંટણી અતિ મહત્વની માનવામાં આવે છે કારણ કે જિલ્લા મથકની નગર પાલિકા છે.આ પાલિકા પર 1995 થી ભાજપાનું એકહથ્થુ શાસન છે અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. તેના માટે કોંગ્રેસની જૂથબંધીને જવાબદાર માનવામાં આવે છે.ભાજપામાં પણ મતમતાંતરો પ્રવર્તિ રહ્યા છે પરંતુ છેલ્લી ઘડીએ પક્ષના ઉમેદવાર માટે કામ કરવાની પધ્ધતિને કારણે ભાજપાને ફાયદો થઇ રહ્યો હોવાનો રાજકીય તજજ્ઞોનો મત છે.

હવે આ નગર પાલિકાની ચુંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેથી ભાજપા અને કોંગ્રેસમાં ઉમેદવારીની પસંદગી માટેની પળોજણ ચાલી રહી છે.ભાજપામાં 36 બેઠકો માટે 152 ઉમેદવારોએ ટિકીટ માંગી છે જ્યારે કોંગ્રેસમાં પણ 65 જેટલા ચુંટણીવાંચ્છુઓએ ટિકીટ માંગી છે.જેથી હવે ઉમેદવારો પસંદગી યાદીની રાહ કાગડોળએ જોઇ રહ્યા છે.તારીખ 8 ફેબ્રુઆરીથી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થાય છે અને તારીખ 13 ફેબ્રુઆરી ઉમેદવારી માટેનો અંતિમ દિવસ છે.

દાહોદ પાલિકાના ચુંટણી અધિકારી અને એસડીએમની કચેરીમાંથી તારીખ 5 ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્રો આપવાનો આરંભ કરાયો છે.ત્યારે બે દિવસમાં જ જુદા જુદા પક્ષોમાંથી તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક 88 જેટલા ચુંટણી વાંચ્છુઓ કુલ 255 ઉમેદવારી પત્રો લઇ ગયા હોવાની સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ છે. આમ શહેરમાં માત્ર 36 બેઠકોની સામે બે દિવસમાં જ ઉમેદવારી પત્રો લઇ જવામાં રાફડો ફાટ્યો છે ત્યારે અંતિમ તારીખ તો 13 ફેબ્રુઆરી છે ત્યારે આગામી દિવસોમાં કેવું ચિત્ર સર્જાશે તેની કલ્પના માત્ર જ પાલિકાના ચુંટણી જંગની ગંભીરતા દર્શાવી રહી છે.

દાહોદ શહેરમાં આ વખતે ભાજપા,કોગ્રેસ,અને આમ આદમી પાર્ટી તોમેદાનમાં છે તેની સાથે કેટલા અસંતુષ્ટો અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવશે તેનાથી ચુંટણી કેટલી રસપ્રદ રહેશે તેનો ક્યાસ કાઢી શકાશે. જોકે આવનાર દિવસાેમાં રાજકીય રીતે ઘણાં ચઢાવ ઉતાર આવશે પરંતુ હાલ તો પાલિકાની સત્તા માટે સંગ્રામ જ થશે તેમ લાગી રહ્યુ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: