અનેક કટુ અનુભવ: માજી નગરપતિએ ઝાયડ્સની સ્થિતિથી ખિન્ન થઈ જવાબદારીમાંથી મુક્તિ માગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં સરકારી હોસ્પિ.માં દર્દીઓને દાખલ કરાવવાની જવાબદારી સોંપાઈ હતી
  • ઝાયડ્સ હોસ્પિટલના મેનેજમેન્ટ સંદર્ભે લોકોમાં ઉદભવેલી અનેક ચર્ચાઓ

દાહોદમાં કોરોનાની પરિસ્થિતિ વિકટ બનતા દાહોદ ભાજપ દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા, દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન મેળવી આપવા, ટિફિન સેવા અને સ્મશાનમાં અંતિમવિધિ કાજે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત કોરોના પોઝિટિવ વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની સમિતિમાં દાહોદ પાલિકાના પૂર્વ નગર પ્રમુખ રાજેશ સહેતાઈ સહિત ચાર વ્યક્તિઓની નિયુક્તિ જાહેર કરવામાં આવી હતી. તા.20 એપ્રિલે જ જાહેર થયેલ આ સમિતિના સભ્ય તરીકે માત્ર પાંચ જ દિવસમાં રાજેશભાઈ સહેતાઈને અનેક કટુ અનુભવ થયા બાદ તેઓએ તા.26 એપ્રિલ 2021ના રોજ એક ઓડિયો જાહેર કરી હતી.

જેમાં તેઓએ જણાવ્યું છે કે ‘ઝાયડ્સમાં દાખલ કરાવવા માટે મને કોઈ ફોન નહીં કરતા. મને જવાબદારી મળ્યા બાદ મને અનેક અનુભવો અને ફીડબેક એવા મળ્યા છે કે હું કોઈને મરવા માટે ઝાયડ્સમાં દાખલ નહીં કરાવી શકું.’ દાહોદ નગરપાલિકાના પૂર્વ નગર પ્રમુખ રાજેશભાઈ સહેતાઈની આ ઓડિયો કલીપ પ્રકાશિત થયા બાદ લોકોમાં દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાકાળમાં અગ્રીમ પંક્તિનું સ્થળ ભોગવતી ઝાયડ્સ હોસ્પિટલના મેનેજમેન્ટ સંદર્ભે લોકોમાં અનેક ચર્ચાઓ સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: