અદાવત: ધાનપુરના વાસિયા ડુંગરીમા પોલીસ ફરિયાદ કરવાની અદાવતે દંપતિએ પથ્થરમારો કરતા બે લોકોને ઈજા

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ફરિયાદ કરનારાની ઘરે જઈને ધિંગાણુ મચાવતા તેમની સામે જ ફરિયાદ નોંધાઈ

ધાનપુર તાલુકાના વાસિયાડુંગરી ગામે પોલીસમાં ફરિયાદ કરવા મામલે તકરાર થઈ હતી. જેમા દંપતીએ છૂટા પથ્થરો મારી બે વ્યક્તિઓને હાથે-પગે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ધાનપુર તાલુકાના વાસિયાડુંગરી ગામે આમલી ફળિયામાં રહેતા દીપસિંહ હિંમતભાઈ ભુરીયા તથા તેની પત્ની રામાબેન દીપસિંહ ભુરીયા બંને જણા પોતાનાજ ગામમાં રહેતા પાંગળા ધીરસિંગભાઈ ભુરીયાના ઘરે આવ્યા હતા. બંન્નેએ ગાળો બોલી કહેવા લાગેલા કે, તમો અમારા વિરુદ્ધમાં કેમ વારંવાર ફરિયાદો આપો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ છુટા પથ્થરો માર્યા હતા.

પથ્થર કરતાં પાંગળાભાઈ તથા રાજેશભાઈને શરીરે હાથે – પગે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ સંબંધે ઇજાગ્રસ્ત પાંગળાભાઈ ધીરસિંગભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: