અઢી વર્ષથી નાસતો ફરતો અપહરણનો આરોપી ઝડપાયો

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 04:00 AM IST

દાહોદ. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકે પેરોલ જંપ, નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપતાં દાહોદ પોલીસ સ્ટાફ સાથે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. ત્યારે બાતમી આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી આંબલી મેનપુરના દિનેશ કાંતી પલાસને ઝડપી પાડી ધાનપુર પોલીસને સોંપ્યો હતો. ધાનપુર પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: