અકસ્માત: હાઇવે પર જાલત પાસે વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • બંને યુવકો દાહોદ ATMમાં રૂપિયા કાઢવા આવ્યા હતા
  • વાહન ચાલક વિરુદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ ઇન્દોર હાઇવે ઉપર જાલત ગામ પાસે બાઇક અને કોઇ વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવક ઘાયલ થતાં દાહોદના સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયો હતો.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયાબુઝર્ગ ગામનો જેકાભાઇ કાળાભાઇ મંડોડ તથા વિકાસભાઇ કાળીયાભાઇ પરમાર બન્ને જણા સવારના નવેક વાગ્યાના અરસામાં દાહોદ એટી.એમ. ઉપર રૂપિયા કાઢવા માટે જઇએ તેમ કહી પોતાની જીજે-20-એએમ-3002 નંબરની મોટર સાયકલ લઇને ઘરેથી નિકળ્યા હતા. બપોરના 12 વાગ્યાના અરસામાં પરત આવતા હતા ત્યારે દાહોદ ઇન્દોર હાઇવે ઉપર જાલત ગામ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેફીકરાઇ પૂર્વક અને પુરઝડપે હંકારી લાવી મોટર સાયકલને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત કરી ભાગી ગયો હતો. જેમાં વિકાસને શરીરે તથા ગળામાં અને મોઢા ઉપર ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા જેકાભાઇને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક જેકાભાઇને 108ને બોલાવી દાહોદ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: