અકસ્માત: શીંગેડીમાં બાઇકની અડફેટે ઘાયલ બૈણાના યુવકનું મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- શૌચક્રિયા માટે મોટર સાઇકલ પાસે રોડની સાઇડમાં ઊભો હતો
- દે.બારિયા પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના નિશાળ ફળિયામાં રહેતા સબુરભાઇ શંકરભાઇ પટેલ ગતરોજ બપોરના એક વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-એજી-8435 નંબરની બાઈક લઇને જતા હતા. તે સમય દરમિયાન શીંગેડી ગામે રસ્તામાં રસ્તામાં શૌચક્રિયા માટે બાઈક રોડની બાજુમાં ઉભી રાખી હતી. તે દરમિયાન જીજે-20-એપી-8430 નંબરની બાઈકના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાં ઉભેલા સબુરભાઇને અડફેટમાં લઇ અકસ્માત કરી બાઈક લઇને નાસી ગયો હતો.
આ અકસ્માતની જીવલેણ ઘટનામાં સબુરભાઇ પટેલને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. આ સંદર્ભે જુવાનસિંગભાઇ શંકરભાઇ પટેલે અજાણ્યા બાઈક વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed