અકસ્માત: વરોડ ટોલનાકા પાસે ટ્રકની ટક્કરે અલ્ટોમાં બેઠેલા ચાર ઘાયલ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અકસ્માત કરી ટ્રક ઘટનાસ્થળે મૂકી ચાલક ફરાર થઇ ગયો

ઝાલોદના વરોડ ટોલનાકાની આગળ વળાંકમાં સામેથી આવતી ટ્રકના ચાલકે અલ્ટો ગાડીને ટક્કર મારતાં અંદર સવાર ચાર લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માત કરી ચાલક ટ્રક ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો. કારઠ ગામમાં રહેતા કિર્તનસિંહ જુવાનસિંહ નાયક તેમની પુત્રવધુ જાગૃતિબેન અને પૌત્રી રૂચિતા સાથે લીલવાઠાકોર ગામના કડીયાકામના મિસ્ત્રી કિશોરભાઇ વાલચંદભાઇ ખાંગુડા સાથે જીજે-20-એન-7402 નંબરની અલ્ટો ગાડીમાં બેસીને નાનસલાઇ ગામે જતાં હતા.

ત્યારે વરોડ ટોલનાકાની આગળ વળાંકમાં નાળા પાસે સમેથી આવજી જીજે-13-4407 નંબરની ટ્રકના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી અલ્ટો ગાડીને સામેથી ટક્કર મારી એક્સીડન્ટ કરતા ચારેય વ્યક્તિઓને ઇજા થઇ હતી. અકસ્માત કરી ચાલક ટ્રક ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો. જેમાં કિર્તનભાઇને છાતીના ભાગે તેમજ પુત્ર વધુ જાગૃતિબેન મોઢાના ભાગે અને તેમની પુત્રીને મોઢાના ભાગે હાડકું ફ્રેક્ચર થયુ હતું. તેમજ કીશોરભાઇને ડાબા પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું હતું.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીમડી પ્રાથમિક સારવાર આપ્યા બાદ દાહોદ ખાનગી હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે હર્ષદકુમાર કિર્તનકુમાર નાયકે ટ્રક ચાલક વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: