અકસ્માત: લીમડી, ગરબાડામાં થયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના પગ ભાંગ્યા

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સીંગવડ તાલુકાના સુડીયા ગામના ભીખાભાઇ બારીયા તેમના પત્ની શાંતાબેન સાથે બાઇક ઉપર ઘરનો સામાન લેવા લીમડી જતા હતા. ત્યારે લીમડી ગોધરા રોડ ઉપર પેટ્રોલ પંપની નજીક સામેથી આવતી બાઇકનો ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં અકસ્માત થયો હતો. જેમાં ભીખાભાઇના જમણા પગે ફેક્ચર તેમજ શરીરે તથા હાથે ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. જોકે ચાલક બાઇક મૂકીને ભાગી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં 108ને જાણ કરી ઇજાગ્રસ્તને દાહોદના ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

આ સંદર્ભે ઇજાગ્રસ્તના પુત્રે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અકસ્માતની બીજી ઘટનામાં ગરબાડા તાલુકાના ખારવા ગામમાં બોલેરો ગાડીનાે ચાલક પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પ્રતાપભાઇ લીમજીભાઇ પરમારને ટક્કર મારી જમણા પગે ફેક્ચર કરી તથા શરીરે સામાન્ય ઇજાઓ કરી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત પ્રતાપભાઇ પરમારને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે દીતાભાઇ પરમારે ગરબાડા પોલીસ મથકે અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: