અકસ્માત: લીમખેડા હડફ નદીના પુલ પર બસ ચડી ગઇ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
લીમખેડા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
- બસના ચાલકે રાત્રીના સમયે વરસાદ હોવાથી સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો
- બસ નદીમાં ખાબકતાં બચી જતાં મુસાફરોનો જીવ બચ્યો
જામનગર-દાહોદ બસ લીમખેડાથી પસાર થઇ રહી હતી. ત્યારે વરસાદના કારણે બસના ચાલક સામેથી આવતા વાહનના હેડલાઇટથી અંજાઇ જતાં સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં બસ નદીના પુલની સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ હતી અને બસ નદીમાં ખાબકતાં બચી ગઇ હતી.
જામનગરથી દાહોદ તરફ જતી એસટી બસના ચાલક પ્રવીણ ગેલાભાઈ કલોતરા રાત્રિના સમયે ચાલુ વરસાદમાં લીમખેડાથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન વરસાદી માહોલમાં સામેથી આવતા વાહનના હેડલાઈટથી અંજાવાઈ બસના ચાલક પ્રવિણભાઈએ સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી બસ લીમખેડા હડફ નદીના પુલની સંરક્ષણ દિવાલ સાથે ટકરાવી પાળી ઉપર ચડાવી દીધી હતી. અકસ્માત થતાં બસમાં બેઠેલા તેર જેટલાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદભાગ્યે બસ નદીમાં ખાબકતાં બચી ગઈ હોવાથી બધાનો આબાદ બચાવ થયો હતો.
એસટી બસને અકસ્માત થયો હોવાની જાણ થતાં લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.ડામોર સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી બસને પુલ પરથી હટાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed