અકસ્માત: રોઝમ નજીક પેસન્જર ભરેલી ઇકો પલટી ખાતાં 3 વર્ષની બાળકી, 1 મહિલાનું મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સૂરત મજૂરીએ ગયેલા મધ્યપ્રદેશના લોકો દિવાળી કરવા ઘરે જતા હતા
- સાત ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
દાહોદ ઇન્દૌર હાઇવે ઉપર રોઝમ ગામ નજીક પેસેન્જરો ભરેલી ઇકો ગાડી પલ્ટી મારતાં ત્રણ વર્ષની બાળકી સહિત બે વ્યક્તિની ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે સાત જેટલા વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સુરત મજુરી અર્થે ગયેલા મધ્યપ્રદેશના ઝાબુ જિલ્લાના પેટલાવદ તાલુકાના ચાતેર ગામના આઠ જેટલા વ્યક્તિઓ જીજે-27-એએચ-8122 નંબરની ઇકોટ ગાડીમાં બેસી પોતાના ઘરે જઇ રહ્યા હતા.
ત્યારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં હાઇવે ઉપર રોઝમ ગામ નજીક ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં પેસેંજરો ભરેલી ઇકો ગાડી પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં બેઠેલા લલીતાબેન દિનેશભાઇ મહીડા, અમીતભાઇ દિનેશભાઇ મહીડા, દુલેસીંગ શંકરભાઇ ડાભી, નાનીબેન કાળુભાઇ ભાભોર, કાળુભાઇ રાહજીભાઇ ભાભોર, નિલેશભાઇ છત્રાભાઇ મુનીયા તથા ગલીયાભાઇ રાહજીંગભાઇ ભાભોર તથા ગાડીના ડ્રાઇવર મેસુબાઇ શામજીભાઇ રાવતને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે 23 વર્ષિય ગુડ્ડીબેન ભાભોર તથા ડ્રાઇવર મેસુભાઇની ત્રણ વર્ષની
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed