અકસ્માત: રૂવાબારીમાં બાઈકની અડફેટે રોડની બાજુમાં ઉભેલા 1ને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવગઢ બારિયા3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કુટુંબી મામા ભાણેજ કુન્લી ગામે જવા વાહનની રાહ જોઇ ઉભા હતા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ઉધાવળા ગામમાં રહેતા ચીમનભાઇ વેચાતભાઇ પટેલ તથા તેમના કુટુંબી મામા અમરસીંગ મુળાભાઇ પટેલ તા.3 ડિસેમ્બરના રોજ બન્ને જણા કુન્લી ગામે તેમની ભત્રીજીના ઘરે છકડામાં જતાં હતા. ત્યારે બપોરે છકડાવાળાને બીજી વર્દી મળતાં તેણે બંનેને રૂવાબારી મુવાડા ગામે ઉતારી દેતાં ચીમનભાઇ તથા મામા અમરસીંગભાઇ બીજી ગાડીની રાહ જોતાં ઉભા તા. ત્યારે દેવગઢ બારિયા તરફથી પૂરઝડપે હંકારી આવતાં બાઈકના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં રોડની સાઇડમાં ઉભેલા અમરસિંગભાઇને ટક્કર મારી નીચે પાડી બાઈક લઇને ભાગી ગયો હતો. જેમાં અમરસિંગને જમણા પગે સાથળમાં ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને દેવગઢ બારિયા સરકારી દવાખાને લઇ ગયા બાદ વધુ સારવાર માટે ગોધરા લઇ જવાયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: