અકસ્માત: ભોજેલામાં વાન ઝાડ સાથે અથડાતાં એકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છાતીમાં ઇજાથી સારવાર દરમિયાન મોત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા લીમડા ફળીયામાં રહેતા શાંતીલાલભાઇ લીંબાભાઇ લબાના તથા કુણાલકુમાર પ્રવિણકુમાર લબાના બન્ને જીજે-20-એએચ-6852 નંબરની ઇકો ગાડીમાં આફવા ગામે જતા હતા. કુણાલકુમાર ગાડી ચલાવતા હતા ત્યારે ભોજેલા ગામ પાસે અચાનક ગાડીના સ્ટ્રેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી રોડ ઉપરથી સાઇડમાં ઉતરી જતાં ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં આગળ બેઠેલા શાંતીલાલભાઇને છાતીમાં ગંભીર ઇજાઓ થઇ હતી.

જેથી કુણાલકુમારે 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્ત શાંતીલાલભાઇને સુખસર સરકારી દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતા. છાતીમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન શાંતીલાલભાઇનું મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના ભાઇ કાળુભાઇ લીંબાભાઇ લબાનાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: