અકસ્માત: બોરડી ગામે મોટરસાઇકલ પરથી પટકાતાં આધેડનું મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- રસ્તા વચ્ચે કૂતરું આવી જતાં બાઇક સ્લીપ ખાઇ ગઇ
- માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત
નવાગામ ખાતે નોકરી પર મુકવા જતાં પેટ્રોલ પંપ નજીક રોડની વચ્ચે કુતરું આવતાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજા પહોંચી હતીી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. દાહોદ તાલુકાના નવાગામ કલાવટી ફળીયામાં રહેતા યોગેશભાઇ પ્રતાપભાઇ નળવાયા તા.1 ડિસેમ્બરના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં જીજે – 20 – એએલ – 5964 નંબરની મોટર સાયકલ ઉપર પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતાં તેમના પિતાને નાઇટમાં નોકરી હોવાથી મુકવા જતા હતા. ત્યારે ઇનામી બોરડી પેટ્રોલપંપ નજીક જતા રોડની વચ્ચે કુતરુ આવી જતાં યોગેશભાઇએ બાઇકના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં સ્લીપ ખાઇ ગઇ હતી.
દાહોદજેમાં યોગેશભાઇના પિતા પ્રતાપભાઇને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી જતાં તાત્કાલિક દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન રોજ મોત નિપજ્યું હતું. આ સંદર્ભે નિલેશભાઇ પ્રતાપભાઇ નળવાયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed