અકસ્માત: દેવગઢ બારીયાના પીપલોદ ગામમાં કુવામાં પડેલા યુવકને ફાયર ફાયટરોની મદદથી બચાવી લેવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સ્થાનિકોને જાણ થતાં ફાયર ફાયટરોની મદદથી કુવામાંથી બહાર કાઢી દવાખાને ખસેડાયો ધાનપુર તાલુકાના ઉંડારનો યુવક કોઇ કારણોસર પીપલોદ આવ્યો હતો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં એક યુવક અકસ્માતે કુવામાં પડી ગયો હતો. સ્થાનિકોનોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર આવી હતી અને યુવકને બહાર કાઢી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ યુવક ધાનપુરા તાલુકાના ઉંડાર ગામનો હોવાનુ જાણવા મળ્યુ છે.

મળતી માહિતી મુજબ, ધાનપુરા તાલુકાના ઉંડાર ગામનો રહેવાસી બાબુ મોહનીયા શુક્રવારે તારીખ 5 માર્ચની સાંજે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આવ્યો હતો અને સાંજના 6:30 વાગ્યાના અરસામાં તે એક અવાવરું કુવામાં અકસ્માતે પડી ગયો હતો. જેની જાણ સ્થાનિકોને થતાં પોલીસને જાણ કરવામા આવી હતી. જેથી પોલીસે ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાઇટરો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને બાબુ મોહનીયાને કુવામાંથી બહાર કાઢી 108 મારફતે દવાખાને સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે બાબુ મોહનીયા કેમ પીપલોદ આવ્યા હતો તેની કોઇ જાણકારી મળી નથી. તે જાતે કુવામાં કદી પડ્યો હતા કે પછી અન્ય કોઇ કારણોસર આ અકસ્માત સર્જાયો હતો તેની હાલ કોઇ નક્કર જાણકારી મળી નથી. જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો છેં,

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: