અકસ્માત: દાહોદ પાસે કઠલા સબ સ્ટેશનમાં કામ કરતા વીજ કર્મીને કરંટ લાગતા મોત, સહકર્મી અકસ્માતતી આઘાતમાં સરી પડ્યો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- An Electrician Working At Kathala Sub Station Near Dahod Died Due To Electric Shock, A Colleague Fell Into An Accidental Shock.
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- મૃતકના પરિવારજનો અને વીજકંપનીના અધિકારીઓ દવાખાને દોડી આવ્યા
દાહોદમાં કઠલામાં સબ સ્ટેશન પર કામ કરતાં લાઇનમેનને શોટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જ્યારે તેમની સાથેના સહકર્મીને આ અકસ્માતને કારણે આઘાત લાગતા તેમને પણ દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.
એમ.જી.વી.સી.એલના એક અધિકારી પાસેથી પ્રાપ્ત પ્રાથમિક જાણકારી પ્રમાણે કઠલા સબ સ્ટેશન પર લાઇન મેન મંગતા ભાઇ નોકમ અને સી.એમ.પરમાર કઠલા સબ સ્ટેશન પર સમારકામ કરી રહ્યા હતા. તે સમયે ઉપર ચઢેલા મંગતાભાઇને શોટ લાગતાં તેઓ નીચે પટકાયા હતા. જેથી તેમને તાત્કાલિક કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમને દાહોદ રીફર કરતાં તેમને ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.જેથી તેમને પોસ્ટમોર્ટમ માટે ઝાયડસ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા.
તેમના સાથી કર્મચારી નીચે જ હતા અને આ અકસ્માત જોતાં તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. જેથી તેમને પણ સારવાર માટે ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં જ એમજીવીસીએલના અધિકારીઓ,કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ વીજ કર્મીઓના પરિવારજનો પણ આવી પહોચ્યા હતા. પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો તેમજ અધિકારીઓ પણ કર્મચારીના આકસ્મિક મોોતથી ગમગીન થઇ ગયા હતા.કાયદેસરની કાર્.વાહી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed