અકસ્માત: દાહોદ તાલુકાના રામપુરામા અજાણ્યા વાહનની અડફેટે 13 વર્ષિય બાળકીનુ મોત

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અકસ્માત કરી ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો

દાહોદ તાલુકાના રામપુરા ગામે એક અજાણ્યા વાહનના ચાલકે એક 13 વર્ષીય બાળકીને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાળકીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું સારવાર દરમ્યા મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

રામપુરા ગામે બસ સ્ટેશનની પાસે રૂપાખેડા ગામે રહેતાં મનુભાઈ કાળીયાભાઈ ડામોરની ૧૩ વર્ષીય પુત્રી સરસ્વતીબેન મનુભાઈ કાળીયાભાઈ તેના સ્વજન સાથે ચાલતી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ 13 વર્ષીય સરસ્વતીબેનને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારી નાસી જતાં સરસ્વતીબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન ગતરોજ સરસ્વતીબેનનું મોત નીપજતાં આ સંબંધે તેના પિતા મનુભાઈ કાળીયાભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: