અકસ્માત: દાહોદ જિલ્લામા માર્ગ અકસ્માતની 2 ઘટનામાં 2નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • લીમખેડા અને ઝાલોદ તાલુકામાં ઘટનાઓ બની : ત્રણ વ્યક્તિને ઇજા

દાહોદ જિલ્લામા મોટા હાથીધરા અને કાળીમહુડી ગામે સર્જાયેલા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. લીમખેડાના મોટા હાથીધરા ગામે ટ્રકના ચાલકે પુરપાટ હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલા કેટલાકને અડફેટમાં લીધા હતાં. તેમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા રાજસ્થાનના સાચોર તાલુકામાં રહેતા 27 વર્ષીય સોતારામ દેવાસી (રબારી)નું માથાની ઇજાને કારણે મોત થયું હતું.

અકસ્માતમાં શૈલેષભાઇ વસરામભાઈ તથા બીજા બે ઘાયલ થતાં દવાખાને ખસેડાયા હતાં. ટ્રક મુકીને નાસી ગયેલા ચાલક સામે ઝાલોદની સર્વોદય સોસાયટીના મેવારામ દેવાસીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઝાલોદના કાળી મહુડી ગામે છકડાનો ચાલક પુરપાટ હંકારી જઇ રહ્યો હતો. ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો પલટી ખાઇ નજીકની ગટરમાં પડ્યો હતો. છકડામાં સવાર 24 વર્ષિય રાજેશભાઈ રામુભાઈ નીનામાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ તાલુકાના કારઠ ગામના રૂખડી ફળિયાના રામુભાઈ વરસીંગભાઈ નીનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: