અકસ્માત: દાહોદ જિલ્લામાં 3 અકસ્માતમાં એકનું મોત, બેને ઇજા પહોંચી, ખજુરી, વગેલા, પાટાડુંગરીના બનાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

અભલોડ ગામના મંગળસિંહ માનસિંગ બામણીયા બાઇક લઇને જતા હતા. તે દરમિયાન પાટાડુંગરી રોડ પર અજાણ્યા વાહને તેમની બાઇક સાથે એક્સીડન્ટ કરતાં મંગળસિંહને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું. મુંડાહેડાના નંદુભાઇ કટારા બાઇક ઉપર જતાં હતા. તે દરમિયાન વગેલા પાણીયા ગામે ઝાલોદ પેથાપુરના વળાંકમાં બાઇકના ચાલકે નંદુની બાઇકને ટક્કર મારતાં ઇજાઓ થઇ હતી.

કાકડખીલાના વેસ્તીબેન વહોનિયા ગાહેલવાઘાથી ઘરે આવતા હતા. તે દરમિયાન ખજુરી માળમાં રસ્તો ક્રોસ કરતા છકડા ચાલકે વેસ્તીબેનને ટક્કર મારી ઘાયલ કર્યા હતા. વેસ્તીબેનને માથાના ભાગે ઇજાઓ તથા જમણા પગે અને ફ્રેક્ચર થયું હતું. આ સંદર્ભે ત્રણે અકસ્માત મુદ્દે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: