અકસ્માત: દાહોદના નગરાળામાં રસ્તા પર પડેલાં ઝાડ સાથે બાઈક અથડાતા એકનુ મોત, ત્રણ ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા - Divya Bhaskar

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

  • એક જ બાઈક પર ચાર વ્યકિત સવાર હતાં
  • 108 દ્વારા ઘાયલોને દવાખાને ખસેડવામા આવ્યા

દાહોદ પાસે નગરાળામાં રસ્તા ઉપર પડેલા ઝાડ સાથે એક બાઈક અથડાતા અકસ્માત થયો હતો. જેથી બાઈક પર આવી રહેલા ચાર પૈકી એકનુ મોત થયુ હતુ. જ્યારે અન્ય ત્રણ ઘાયલોને 108 મારફતે દવાખાને લઈ જવામા આવ્યા હતા.

દાહોદ જિલ્લામા હોળીના મનાવવા મોટી સંખ્યામા માદરે વતન આવે છે. જેથી જિલ્લામા ચહલપહલ વધી જાય છે. ખરીદી કરવા માટે ગામડાઓમાંથી શહેરમા ગ્રામજનો આવે છે. મોટે ભાગે પરિવારો, મિત્રો મોટરસાઈકલનો ઉપયોગ કરતા હોય છે. બીજી તરફ આ સમયમા જિલ્લામા માર્ગ અકસ્માતોની સંખ્યા વધી જ જાય છે. તેવી રીતે જિલ્લાંમા છેલ્લા અઠવાડિયાથી અકસ્માતો વધી ગયા છે.

આવો જ એક અકસ્માત દાહોદ પાસે આવેલા નગરાળામા થયો છે. જેમા પાટિયા ગામથી દાહોદ તરફ એક જ બાઈક ઉપર ચાર વ્યકિતઓ આવી રહ્યા હતા. તે સમયે રસ્તા ઉપર પડેલા ઝાડ સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમા એક યુવકનુ મોત નીપજયુ હતુ. જ્યારે અન્ય ત્રણ વ્યકિતઓને ઈજા થઈ હતી. જેથી મૃતકોને પીએમ માટે લઇ જવાયો હતો તેમજ ઈજાગ્રસ્તોને 108 દ્વારા દવાખાને લઈ જવાયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: