અકસ્માત: ઝાલોદ, ફતેપુરામાં અકસ્માતમાં બે વ્યક્તિના મોત, બેને ઇજા, સાંપોઇ તથા હડમતમાં બનેલા બનાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં અકસ્માતની ઘટમાં ઝાલોદ તાલુકાના સાંપોઇ ગામે બસ સ્ટેશન રોડ પર બન્યો હતો. જેમાં એક ડમ્પર ચાલકે તેના કબજાનું વાહન ગફલતભરી રીતે હંકારી લઇ આવી સાંપોઇ બસ સ્ટેશન રોડ પર મોટર સાયકલને અડફેટે લઇ ડમ્પર મુકી ભાગી ગયો હતો. જેમાં બાઇક સવાર અરવલ્લી જિલ્લાના સુકાવટરા ગામના સુધીરભાઇ શંકરભાઇ ખાંટને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.

જ્યારે બીજા બનાવમાં ફતેપુરા તાલુકાના હડમ ગામે સાંજના છ વાગ્યાના અરસામાં એક ફોર વ્હીલ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી રોડની સાઇડમાં ચાલતા જઇ રહેલા 25 વર્ષિય સરલાબેન વિનેશભાઇ ચારેલ અને અન્ય એકને અડફેટેલમાં લઇ રોડ પર પાડી પોતાનું વાહન લઇ ભાગી ગયો હતો. જેમાં સરલાબેન ચારેલને માથામાં તેમજ બંને પગના ઢીચણ પર ઇજા થઇ હતી. જ્યારે તેમની સાથેની વ્યક્તિને પગના ઢીચણે તથા માથાના ભાગે ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. પોલીસ મથકે વાહન ચાલકો સામે ગુનો નોંધાયો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: