અકસ્માત: જામદરામાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 2 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગંભીર ઇજાગ્રસ્તોને ગોધરા લવાયા

તોયણી ગામના સમરસીંગ બાબુભાઇ બારીયાનો ભત્રીજો ચન્દ્રસીંગ તથા તેમની સાડી કૈલાષબેન જીજે-20-એકે-5914 નંબરની મોટર સાયકલ ઉફર છાપરવડ ગામે મહેમાન તરીકે જવા માટે નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં જામદરા ગામે એક નંબર વગરની મોટર સાયકલના ચાલકે પોતાની વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચન્દ્રસીંગની મોટર સાયકલને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધા હતા. જેમાં ચન્દ્રસીંગભાઇને મોઢાના ભાગે તથા કપાળના ભાગે ઇજાઓ થતાં બેભાન થઇ ગયા હતા. જ્યારે કૈલાશબેનને પણ જમણી આંખ તથા માથાના ભાગે ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા પીપલોદ સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ગોધરા લઇ ગયા હતા. અકસ્માત સંદર્ભે સમરસીંગ બારીયાએ અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: