અકસ્માત: ગરબાડામાં બે બાઇક સામસામે અથડાયા, એક બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માથામાં અને શરીરે ગંભીર ઈજા મોતનું કારણ બની

દાહોદ જિલ્લાના ગરબાડામાં એક મોટરસાઈકલના ચાલકે સામેથી આવતી બીજી એક મોટરસાઈકલ સાથે પોતાની મોટરસાઈકલ ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. સામેની મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યુ છે.

માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં મોત નીપજ્યું

ગરબાડામાં એક મોટરસાઈકલનો ચાલક પોતાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લઈ ગરબાડા નગરના ગાંગરડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલાં ગરબાડા નગરના રોહિતવાસ ખાતે રહેતાં અરવિંદભાઈ પુંજાભાઈ ચાવડાની મોટરસાઈકલ સાથે પોતાની મોટરસાઈકલ જોશભેર અથડાવતા અરવિંદભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ગરબાડાના રોહિતવાસ ખાતે રહેતા રાજુભાઈ પુંજાભાઈ ચાવડાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: