અકસ્માત: ખાપરીયામાં બાઇક અને સાઇકલ વચ્ચે અકસ્માત મહિલા સહિત 3 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના પુનીયાભાઇ દીતીયાભાઇ અમલીયાર ખાપરીયા તરફથી સાઇકલ ઉપર આવતા હતા. ત્યારે આગાવાડા તરફથી આવતા એક જીજે-07-સીજી-6034 નંબરની મોટર સાયકલના ચાલકે ખાપરીયા ચોકડી ઉપર સાઇકલને અડફેટેલે લેતાં રોડની સાઇડમાં ગટરમાં પડતાં પુનીયાભાઇને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. તેમજ મોટર સાયકલ ચાલક અને તેમની પાછળ બેઠેલ મહિલાને પણ ઇજાઓ થઇ હતી. અકસ્માત થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. પુનીયાભાઇને માથામાં નસ દબાઇ જતાં વધુ સારવાર માટે વડોદરા ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: