અકસ્માત: કૂતરું આડે આવતાં બાઇકે સ્લિપ ખાધી : એકનું મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- બન્ને યુવકો પીપલોદથી ઘરે જતા હતા
પીપલોદ બજારમાં મોટર સાયકલની આગળ કુતરુ આવી જતાં પટકાયેલા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવક ઘાયલ થયો હતો. દેવગઢ બારિયા તાલુકાના સાલીયા ગામના બળવંતભાઇ પારસીંગ પટેલ તથા ચંદ્રસીંગ બલુભાઇ પટેલ બન્ને જણા જીજે-20-એઆર-0318 નંબરની મોટર સાયકલ પીપલોદ બજારમા કામ પતાવી પરત ઘરે આવતાં હતા. તે દરમિયાન સાંજના સમયે પીપલોદ બજારમાં અચાનક એક કૂતરુ આવી જતાં મોટર સાયકલ સ્લીપ ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં બળવંતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચન્દ્રસીંગને શરીરે ઇજાઓ થઇ હતી.
અકસ્માત સર્જાતા લોકટોળા ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી બન્ને ઇજાગ્રસ્તોને પીપલોદ સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાર હાજર ડોક્ટરે બળવંતભાઇ પારસીંગ પટેલને મૃત ઘોષિત કર્યો હતો. આ સંદર્ભે મુળાભાઇ ગમજીભાઇ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
ક્રાઇમ: અપહરણ કરી સગીરા પર બે યુવકોનું દુષ્કર્મ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
સ્થિતિ ચિંતાજનક: ઝાલોદ ગ્રામ્યના 37 સહિત જિ.માં અધધ… 74 સંક્રમિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed