અકસ્માત: કાળીતળાઇ પાસે રિવર્સ ટ્રકની ટક્કરે મહિલા વનકર્મીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી રિવર્સ લઇ બાઇકને અથાડી
  • ટ્રકની પાછળના તોતિંગ ટાયરો શરીર ઉપર ફરી વળતાં મોત

દાહોદ-અમદાવાદ હાઇવે ઉપર કાળીતળાઇ પાસે ટ્રક ચાલકે એકદમ બ્રેક મારી રીવર્સ લેતાં પાછળ આવતી બાઇકને અડફેટે લેતાં ટ્રકનું પાછળનું તોતીંગ ટાયર ફરી વળતાં વનકર્મી મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત કરી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. આ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામના અને દાહોદ ફોરેસ્ટમાં બીટગાર્ડ તરીકે નોકરી કરતાં 30 વર્ષીય અનુરાધા ભીંસરા ફોરેસ્ટ વિભાગ તરફથી આપેલી બાઈક લઇને રામપુરાથી દાહોદ આવી રહ્યા હતા. ત્યારે તેમની બાઇકની આગળ પૂરઝડપે હંકારી જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી અને તેની ટ્રક રિવર્સ લેતાં પાછળ આવતાં અનુરાધાબેનની બાઈકને અડફેટે લેતાં નીચે પટકાયા હતા. જેમાં ટ્રકના પાછળના તોતીંગ ટાયરો અનુરાધાબેન ઉપર ભરી વળતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત કરી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. અકસ્માતની જાણ સહકર્મચારીઓને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી મૃતકના પરિવારને જાણ કરી હતી. પોલીસે લાશને પીએમ અર્થે મોકલી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: