અકસ્માત: કતવારા ગામમાં બોલેરોની ટક્કરે બાઇક ચાલક ઘાયલ, બોલેરો અચાનક પલટાવી અકસ્માત સર્જયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના ખંગેલા ગામના ગલુભાઇ બદીયાભાઇ મેડા શુક્રવારના રોજ પોતાની મોટર સાયલ ઉપર કતવારા બજારમાંથી ઘરનો સરસામાન લઇને ઘરે આવતા હતા. તે દરમિયાન કતવારા બાયપાસ નજીક ઢાળ ચતા આગળ જતી બોલેરો ગાડીના ચાલકે અચાનક કતવારા તરફ જવા માટે પલટાવવા જતાં અડફેટેમાં લઇ એકસ્માત કરતાં ગલુભાઇ બદીયાભાઇ મેડા મોટર સાયકલ સાથે નીચે પાડી ચાલક ગાડી લઇને ભાગી ગયો હતો.

જ્યારે નીચે પટકાયેલા ગલુભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમજ જમણી સાઇડની પાંસળીઓમાં ફ્રેક્ચર થયું હતું. 108 દ્વારા દાહોદના સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે રસુભાઇ લખીયાભાઇ મેડાએ કતવારા પોલીસ મથકે અજાણ્યા બોલેરો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: