અકસ્માતની હારમાળા: ઝાલોદ, લીમખેડામાં 6 અકસ્માત : 2 મહિલા સહિત 4નાં મોત : 9 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સારમારીયા, પાણીયા, ફૂલપરી, દેવધા, હડમત, નગરાળાની ઘટના

દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડામાં અકસ્માતની ત્રણ ઘટનામાં 2 મહિલા સહિત 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે સાત વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડ્યા હતા. પ્રથમ બનાવમાં થાળાનો જયેશભાઇ ડામોર સતીષભાઇ ડામોરને બેસાડી બાઇક લઇ જતો હતો. ત્યારે સારમારીયા વળાંકમાં વૃધ્ધા મેતલીબેન મેડાને ટક્કર ઇજાઓ કરી હતી. અકસ્માતમાં જયેશ ડામોર બાઇક ઉપરથી ફેકાઇને પટકાતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

બીજી ઘટનામાં પાણીયાનો હવસીંગભાઇ પટેલ મોટર સાયકલ ઉપર તેની કાકી કવલીબેન તથા બહેન સુગરાબેનને બેસાડી પરપટા ગામે આવેલા ખેતરમાં ઘાસ કાપવા માટે જવા નીકળ્યા હતા. ત્યારે પાણીયા ચોકડીથી અંતેલા રોડ પર ટ્રકે ટક્કર મારતા કવલીબેન પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્રીજી ઘટનામાં ગોધરાના મુક્તિયાર બેગ ગફાર બેગ મીરઝા તથા અખતર ઇસ્માલ શેક અને મહમદ અનસ મહમદ સફી મન્સુરી કારમાં જતા હતા. ત્યારે ફુલપરી ઘાટાના ચઢાવમાં કાર ઉભેલી ટ્રક પાછળ અથડાતાં મુખ્તિયાર તથા અખતર શેખ અને ચાલકને ઇજાઓ થઇ હતી.

ચોથી ઘટનામાં નગરાળા ગામે નંબર વગરની બાઇકના ચાલકે કબુબેન ગરવાળને પાછળથી ટક્કર મારતાં તેમનું મોત થયું હતું. પાંચમી ઘટનામાં ગરબાડા તાલુકાના દેવધા ગામે રોડ ઉપર ટેમ્પો ચાલકે દેવધા ગામના રમેશભાઇ બચુભાઇ દેહદાની મોટર સાયકલને સામેથી એક્સીડન્ટ કરી પોતાનો ટેમ્પો લઇ ભાગી ગયો હતો. છઠ્ઠી ઘટનામાં હડમત ગામે નંબરની બાઇક લઇને જતાં મનોજભાઇને કારના ચાલકે પાછળથી ટક્કર મારતાં ગટરમાં પડી જતાં તેમને ગળામાં હાસડીમાં ફ્રેક્ચર તથા પ્રદીપભાઇ અરૂણભાઇ રાવતને પણ ડાબા પગે કરી પોતાની મારૂતી ઉપર કાબુ ગુમાવી દેતા કાર પણ ગટરમાં પડી ગઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી રમેશભાઇનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: