‘Voice of Dahod” Dipotsavi-2014 is now Online on www.dahod.com

”મારા સપના તારી આંખે સાચા પડતા જાય,એને નવું વર્ષ કહેવાય
હું કંઇ પણ ના બોલું તો પણ તરત તને સમજાય, એને નવું વર્ષ કહેવાય
ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મઝાનું
પકડાઇ જવાની મઝા પડે ને એવું કાઢશું બ્હાનું
લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય..!! એને નવું વર્ષ કહેવાય.!”

કવિશ્રી અંકિત ત્રિવેદીની આ ”મસ્ત” પંક્તિઓ સાથે આપ સહુને આવનારા નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ…
પ્રિય દાહોદીયનો, આપના સહકારથી વધુ એક નવું વર્ષ, દરવાજે ટકોરા મારતું આવી રહ્યું છે. નવા વર્ષના આગમનની સાથે જ દિવાળી રૂપે વિદાય લેતા વર્ષનું પણ સન્માન રાખતા, આ સમસ્ત પર્વને ”દીપોત્સવ” તરીકે ઓળખવાનો ધારો છે. ”વોઈસ ઓફ દાહોદ” ના ગત શનિવાર અને આગામી શનિવારની વચ્ચેનો આ દળદાર એવો 20 પાનાનું ભાથું ધરાવતો તા: 21-10-2014 નો ”દીપોત્સવી” વિશેષાંક આ સાથે પ્રસ્તુત છે. આ અંક થકી આ સાપ્તાહિકને જાહેરાત અને લેખરૂપી ટેકો આપનાર સહુ કોઈનો આ તબક્કે સહૃદય આભાર અને આગામી સમયમાં આ જ રીતે સહકાર મળતો રહેશે તેવી આશા છે.
www.dahod.com વેબસાઇટ, દાહોદ ગુગલ ગ્રુપ અને ”વોઈસ ઓફ દાહોદ” સાપ્તાહિક તરફથી આપ સહુને ફરી એકવાર આ પાવન પર્વની શુભેચ્છાઓ…

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com

diwali sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: