ST બસોનો પુન:પ્રારંભ: મધ્ય પ્રદેશ માટે માર્ચથી પ્રતિબંધિત કરાયેલી ST બસોનો પુન:પ્રારંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ7 કલાક પહેલા
- કૉપી લિંક

- ગુજરાતમાં મજૂરી માટે આવતાં લોકો માટે મોટી રાહત
- લોકોને દાહોદ આવવા-જવામાં અગવડ વેઠવી પડતી હતી
કોરોના સંક્રમણને કારણેa ગુજરાત રાજ્યની જીએસઆરટીસીની તમામ બસો મધ્ય પ્રદેશ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. આ એસ.ટી બસોનું મધ્ય પ્રદેશ માટે સંચાલન રોકી દેવામાં આવતાં મધ્ય પ્રદેશથી ગુજરાત આવનારા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અહીંથી મધ્ય પ્રદેશ જવા માટે પણ ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો.
ટ્રેનો તો બંધ જ છે સાથેએસ.ટી બસો પણ બંધ હોવાથી મુસાફરોને આર્થિક રીતે ખુબ જ મોટો ફટકો પડતોહતો. વેપારી,દર્દી અને ગુજરાતમાં મજુરી માટે ઝાબુઆ કે તેની આસપાસના વિસ્તારોમાંથી દાહોદ સુધી આવવા કે જવા માટે મુસાફરોને બે ગણા રૂપિયા ખર્ચવા પડતાં હતાં. ગુજરાતની એસ.ટી બસોનો ઉપયોગ વધુ પડતં વેપારી અને વિવિધ કામ અર્થે દાહોદ આવનારા કે ઝાબુઆ સહિતના વિસ્તારમાં જનારા લોકો જ વધુ પડતો કરે છે. દાહોદ-ઝાબુઆ, દાહોદ-રાણાપુર અને દાહોદ-પારા એસ.ટી બસોને તે વિસ્તારની લાઇફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. પોષાય તેવા દરમાં સુવિધા સાથે મુસાફરીને કારણે વધુ પડતા લોકો એસ.ટી બસને જ ત્યાં પસંદ કરે છે.
બંને સરકાર વચ્ચે મસલત બાદ નિર્ણય
માર્ચ માસથી આપણી એસ.ટી બસ મધ્ય પ્રદેશમાં જતી ન હતી. બંને સરકાર વચ્ચે મસલત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી મધ્ય પ્રદેશ જતાં તમામ રૂટ ચાલુ કરી દેવામાં આવશે.>જે.આર બુચ,ડેપો મેનેજર,દાહોદ
GSRTCની કઇ-કઇ એસ.ટી બસ શરૂ કરાશે
દાહોદ-ઇન્દૌર, દાહોદ- અલીરાજપુર, અલીરાજપુર-જામનગર, પીટોલ-રાજકોટ, પીટોલ-સોમનાથ, પીટોલ-ભૂજ સાથે દાહોદથી ઝાબુઆ, રાણાપુર અને પારા સુધી બંધ કરી દેવાયેલી એસ.ટી બસો શરૂ કરવામાં આવનાર છે.
જીપ સંચાલકોએ મોટો લાભ ઉઠાવ્યો
ગુજરાતની એસ.ટી બસો બંધ હોવાને ખાનગી જીપના સંચાલકોએ તેનો મોટો લાભ ઉઠાવ્યો હતો. મુસાફરો પાસેથી ઝાબુઆથી દાહોદ કે દાહોદથી ઝાબુઆ માટે બમણા રૂપિયા વસુલ કરવામાં આવતા હતાં. કેટલાંક લોકોને તો કામ માટે 1500થી 1800 રૂપિયા ભાડુ ખર્ચીનો આવવુ જવું પડતું હતું.
Related News
તસ્કરી: લીમડી બજારમાંથી બાઇકની સાઇડ બેગમાંથી 50 હજારની રોકડ ચોરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
ઉજવણી: કોરોનાના કારણે દાહોદમાં ઉતરાયણ પર્વની ઉજવણી પ્રમાણમાં નિરસ રહી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed