Samyuktabem Modi is new 2015 President of Dahod

દાહોદ નગર પાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો પૈકી ભાજપના 22, કોંગ્રેસના 13 અને 1 અપક્ષ ઉમેદવારો વિજયી નિવડ્યાં હતા. જેની નવી બોર્ડના પ્રમુખ – ઉપપ્રમુખ માટે આજે તા: 12.12.’15 ના રોજ પાલિકા હોલમાં ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ સ્વરૂપ નવનિયુક્ત નગરપ્રમુખ તરીકે સુશ્રી સંયુક્તાબેન મોદી તથા ઉપપ્રમુખ તરીકે શ્રી ગુલશન બચાણી વિજેતા જાહેર થયા હતા.બાદમાં કારોબારી ચેરમેન તરીકે શ્રી અરવિંદ ચોપરા અને શ્રીમતિ સલમાબેન આંબાવાલા પક્ષના નેતા તરીકે જાહેર થયા હતા. આ તમામ ચાર મુખ્ય હોદ્દેદારોની ભવ્ય વિજયયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ કાર્યક્રમની અને તે સાંજે જ દાહોદ સ્માર્ટ સીટી તરીકે વિકાસ દરમ્યાન જે વિકાસ થઈ શકે છે તે અને ભાવિ આયોજનોના ડેમોન્સ્ટ્રેશન હેતુ એક જાહેર કાર્યક્રમ નગરપાલિકા ચોક ખાતે યોજાયો હતો. આ તમામ હોદ્દેદારો www.dahod.com & ” વોઇસ ઓફ દાહોદ” તરફથી સહ્રદય અભિનંદન. આવો, અત્રે ઉક્ત બંને અવસરોની તસવીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી નિહાળીએ:






Related News

Comments are Closed

%d bloggers like this: