”Safaai Abhiyan” At Dahod by Sant Nirankari Mandal

દાહોદ ખાતે કાર્યરત સંત નિરંકારી મંડળ દ્વારા સતગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ (નિરંકારી બાબા) ના જીવન કવનને અનુસરતા માનવતાને જ શ્રેષ્ઠ ધર્મ માની રક્તદાન, સત્સંગ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો આયોજન થતું રહે છે ત્યારે 23 ફેબ્રુઆરીએ ‘ગુરુ પૂજા’ કાર્યક્રમ અંતર્ગત તા:22 ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે વ્યાપ્ત એવી ગંદકીના અનેક ઝોન પૈકી ‘છોટે સરકાર વાટિકા’ અને ‘મા ભારતી ઉદ્યાન’ ના પાછળના ભાગે નાળીઓમાં, તંત્રની ઉદાસિનતાના પરિણામે જે પ્રકારની અસહ્ય ગંદકી જોવા મળે છે તેને સાફ કરવાનો ભગીરથ યજ્ઞ આદર્યો હતો. દાહોદ અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલા નિરંકારી મંડળના અનેક અનુયાયીઓએ આ કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ કોઈ જ પ્રકારની શેહશરમ વિના  અત્રે સફાઈ અભિયાન કર્યું હતું. આવો, નિરંકારી મંડળના અગ્રણી શ્રી રાજેશભાઈ બચાનીના સૌજન્યથી પ્રાપ્ત આ તસ્વીરો આપણે પણ અત્રે નિહાળીએ અને સાચા અર્થમાં માનવતાવાદી એવા આ સહુ કોઈને મનોમન અભિનંદન આપીએ.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com   






Related News

Comments are Closed

%d bloggers like this: