Press Meet on +ve Jornalism at Dahod

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના ઉપક્રમે, જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા અને પ્રાયોજના વહીવટદારની કચેરીના સહયોગથી પ્રાયોજના વહીવટદારની કચેરીના સભાખંડ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી આર.આર.રાવલની  અદયક્ષતામાં “વિકાસના પરિપ્રેક્ષમાં માધ્યમોની વિભાવના અને હકારાત્મક પત્રકારત્વ” અંગે પત્રકાર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
     આ પરિસંવાદને ખુલ્લો મુકતા પ્રા.વહીવટદારશ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પ્રસાર માધ્યમોનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. તે સમાજમાં થઈ રહેલ અવનવા પરિવર્તનની ઘટનાઓંની માહિતી પુરી પાડી સમાજને ઉજાગર કરવાનું કામ કરે છે. હકારાત્મક પત્રકારત્વનું એક માત્ર લક્ષ્ય સત્ય, સંસ્કાર અને સમાજના કલ્યાણ માટેનું હોવું જોઈએ કે જેનો ખુબ મોટો લાભ છેવાડેના માનવીને  મળશે. તેમણે વર્તમાન ઝડપી યુગમાં સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી પત્રકારોએ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યેનું દાયિત્વ અદા કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
      આ પ્રસંગે જાણીતા કવિ અને કાંકણપુર કોલેજના પ્રા.ડો કુમાર જૈમીની શાસ્ત્રીએ જણાવ્યું હતુ કે, સમાજ ઉત્કર્ષ સાથે વિકાસમાં માધ્યમોનો સક્રિય ફાળો રહ્યો છે તેઓ અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઝડપભેર કદમ મિલાવી સમાજ અને પ્રસાશનને વાસ્તવિક પરિસ્થિતીથી વાકેફ કરવાનું કામ કરે છે. જે લોક્શાહી શાસનમાં એક ઉત્કૃષ્ટ કાર્ય સાથે જમા પાસુ ગણાય. તેમ  જણાવીને સમાજના ઉત્કર્ષ માટે હકારાત્મક પત્રકારત્વની જરૂરિયાત પર ખાસ ભાર મુક્યો હતો.
     નિવૃત સંયુક્ત માહિતી નિયામકશ્રી દિનેશકુમાર ડીંડોરે જણાવ્યું હતુ કે, આદિવાસી પછાત ક્ષેત્રોના વિકાસમાં યોગદાન આપનાર પૂ. ગાંધીજી અને ઠક્કર બાપાને યાદ કરતા જણાવ્યું હતું કે, આવા મહાનુંભાવોના કાર્યોને સતત પ્રજ્જ્વલિત રાખવાનું, નવી પેઢીને ઉજાગર કરવાનું અને ઝડપી પરિવર્તનોને સમાજ સમક્ષ મુકવાના કાર્યમાં સમુહ માધ્યમોનો મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારે આજના ઝડપી વિકાસ માટે  હકારાત્મક પત્રકારત્વએ કદમ મિલાવવાની તાતી જરૂર છે.  આ પરિસંવાદમાં ગોધરાના નાયબ માહિતી નિયામકશ્રી રાજેન્દ્ર રાઠોડે વર્તમાન સમયમાં હકારાત્મક પત્રકારત્વની ઉપયોગિતા વિષે પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે  જિલ્લાના પ્રિન્ટ /ઇલેક્ટ્રીક અને લઘુ અખબારોના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતીમાં પત્રકારત્વનું કર્તવ્ય, સર્વાંગી વિકાસ માટે લોક જાગૃતિ કેળવવી, સમાજમાં સદભાવના અને સંવાદિતતાને પ્રોત્સાહન, એકતા અખંડિતતા જાળવવા માટે સામાજિક અને સાંસ્કૃતિક વારસો જાળવવાનું કર્તવ્ય સહિત પત્રકારત્વન ક્ષેત્રે નૈતિક મૂલ્યોની જાળવણી, સામાજીક જવાબદારીઓ, પત્રકારોનું આધ્યાત્મિક ક્ષેત્રે યોગદાન, તંદુરસ્ત્ પત્રકારિત્વ તેમજ મિડિયાના પડકારો અંગે વિસ્તૃરત ચર્ચા ગોષ્ઠીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
      કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા નાયબ માહિતી નિયામકશ્રી નલિન બામણિયાએ પરિસંવાદનો હેતુ સમજાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માહિતી અધિકારીશ્રી રમેશ તડવીએ કર્યુ હતું.(માહિતિ સૌજન્ય: દાહોદ જીલ્લા માહિતી વિભાગ, તસ્વીર સૌજન્ય: મનિષ જૈન)Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com« (Previous News)Related News

Comments are Closed

%d bloggers like this: