PrabhuShri GoverdhanNathji Procession for KumbhMela at Dahod

તા.22 એપ્રિલથી 21 મે ના એક માસ માટે ઉજ્જૈન ખાતે આરંભાયેલ સિંહસ્થ કુંભમેળામાં વૈષ્ણવાચાર્ય પૂ. કલ્યાણરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં આધ્ય શ્રી વલ્લભાચાર્ય નગરની રચના કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેના આ સિંહસ્થ કુંભ મહાપર્વમાં અઢી લાખ ચોરસફૂટ વિસ્તારમાં રચાયેલા આધ્યશ્રી વલ્લભાચાર્યજી નગરમાં દાહોદ વૈષ્ણવ હવેલીના ઠાકોરજીશ્રી ગોવર્ધનનાથજીની પધરામણી થનાર હોઈ રવિવારે સાંજે નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
દેસાઈવાડની વૈષ્ણવ હવેલીથી વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી વાગધીશબાવાની ઉપસ્થિતિમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે પ્રભુશ્રી ગોવર્ધનનાથજીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઇન્દોર હાઈવે સુધી જોડાયા હતા. સિંહસ્થ કુંભ મહા પર્વમાં જનારા વૈષ્ણવો કાજે આધુનિક સગવડો સાથેના ટેન્ટ ઉભા કરાયા છે. તો વૈષ્ણવો કાજે અત્રે એ.સી./ કુલર/ રહેવાની તથા પાણી- ભોજન વ્યવસ્થાનું સુંદર આયોજન પણ થયું છે. રવિવારની સાંજે નીકળેલી આ શોભાયાત્રાની વિવિધ તસવીરો Etv ના શ્રી મહેશ ડામોરના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે તે અત્રે માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) &

Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com


Related News

Comments are Closed

%d bloggers like this: