દાહોદ નગર પાલિકા દ્વારા રોડ વેક્યુમ સ્વીપર મશીન થી રસ્તાઓ ની સફાઈ શરૂ : એક કદમ આગે

દાહોદ સ્માર્ટ સિટીમાં અંગે કુચ કરી રહ્યું છે ત્યારે એક પછી એક લોકરપનો નો દોર ચાલ્યો છે. પેહલા કેશવ માધવ રંગમંચ, રાત્રી બઝાર વાઇફાઇ ઝોન , મહિલા જિમ અને ઓડિટોરિયમ પછી હોવી દાહોદ નગર પાલિકા નગર ને આરોગ્ય ક્ષેત્રે સફળ બનાવવા માટે તત્પર છે. જેના ભાગ રૂપે આજે દાહોદ નગર પાલિકા ચોક ખાતે સાંજે 5.00 કલાકે દાહોદ નગર સેવા સદન ના પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, કારોબારી ચેરપરસન ભાવનાબેન વ્યાસ, વોટર સપ્લાય ના ચેરમેન લખન રાજગોર , ચીફ ઓફિસર પી.જે રાયચંદની તથા નગર પાલિકાના સ્ટાફના માણસો તથા અન્ય કાઉન્સિલરોનીRead More


તેલંગાણા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના 29 ગુનાના ફરાર વોન્ટેડ આરોપીને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ તથા દાહોદ LCB પોલીસને ₹.9,00,000/- ના સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી પાડવામાં મળેલ સફળતા

    વર્ષ 2017 અને 2018ની સાલમાં તેલંગણા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી ગેંગ તરખાટ મચાવેલ જે 29 ગુનાની ઘરફોડ ચોરી ગેંગના આરોપીને તેલંગણા રાજ્ય પોલીસની તપાસમાં ઘરફોડ ચોરીનું પેગરુ દાહોદ સુધી લંબાવેલ. આ ઘરફોડ ચોરી ગેંગને પકડવા માટે તેલંગણા પોલીસ દાહોદ ખાતે આવી તપાસનો દોર લંબાવેલ. ગુનાઓની ગંભીરતા સમજી આ ગેંગના બાકીના સભ્યોને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે LCB PSI પી.બી.જાદવ તથા પેરોલ ફર્લો PSI એ.એમ.સોલંકી તથા ગરબાડા પોલીસ સ્ટેશનના PSI આર.આર.રબારીનાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. આ ગેંગના સભ્યોનેRead More


દાહોદ જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

    દાહોદ જિલ્લામાં આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મંત્રીશ્રીઓ તથા મહાનુભાવો ઉ૫સ્થિત રહ્ય હતા આદિવાસી સમાજના વિવિધ પ્રતિભાવંત લોકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. અને આ કાર્યક્રમ બાદ દાહોદ કોમર્સ કોલેજ થઈ આદિવાસી ની પરંપરાગત રેલી કાઢવામાં આવી હતી. – આદિવાસી સમાજના ભવ્‍ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્‍કૃતિમાંથી પ્રેરણા લઇ આપણી ઉજ્જવળ પરંપરાને – અસ્‍મિતાને ટકાવી રાખવાના પ્રયત્‍નના ભાગરૂપે પ્રતિ વર્ષે ૯ ઓગષ્‍ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે સંયુક્ત રાષ્‍ટ્રસંઘ દ્વારા જાહેરRead More


દાહોદ રાત્રી બજાર વાળા “માં ભારતી ઉદ્યાન” ગાર્ડનમાં કોઈ સનકીએ બધા બાંકડા તોડી નાખ્યા નો vedio થયો વાઇરલ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે રાત્રી બજાર પાછળ આવેલ “માં ભારતી ઉદ્યાન” માં કોઈ સનકી વ્યક્તિએ બધાજ બેસવાના બાકડા તોડી ગયેલ, આ ઉદ્યાનમાં લોકો સવારે ચાલવા આવે ત્યારે સિનિયર સીટીઝન જ્યારે ચાલીને થકી જાય ત્યારે આ જ બાકડાઓ ઉપર બેસે. ગામના મોટા ભાગના લોકો અહી જ સવારે મોર્નિંગ વોક માટે આવે છે. તો શું આ કોઈ ષડયંત્ર છે ? કે પછી જાણી જોઈને કોઈકે આવું કર્યું. શુ આ ઉદ્યાનમાં ચોકીદાર નથી? અને જો છે તો તે ક્યાં હતો? પાલિકાના સત્તાધીશો શું આ બાબતે કોઈ તપાસRead More


દાહોદ નગર પાલિકા દ્વારા “મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ” ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

    દાહોદ જિલ્લામાં “મહિલા સશક્તિકરણ પખવાડિયા“ ની ઉજવણીના ભાગરૂપે દાહોદ નગર પાલિકા દ્વારા “મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ“ દાહોદ નગરપાલિકાના માજી પ્રમુખ સુશ્રી સંયુક્તાબેન મોદીના અધ્યક્ષસ્થાને સરસ્વતી શિશુ વિદ્યા મંદિર, મંડાવાવ રોડ, દાહોદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મહિલા પખવાડિયાની ઉજવણીનો મૂળભૂત હેતુ સમજાવતા સુશ્રી સંયુક્તાબેન મોદીએ જણાવ્યું હતું કે મહિલા સતત કામોમાં રોકાયેલી રહેતી હોય છે. તે અનેક વિધ જવાબદારીઓથી સંકળાયેલી રહેતી હોય છે. ત્યારે તે પોતાના શરીરની સ્વચ્છતા રાખવામાં બેદરકારી કેળવે તો ઘણા રોગોનો ભોગ બની શકે છે. જ્યારે કિશોરીઓ ના-સમજ અને શરમાળપણાને લીધે પોતાના વાલી કે માતાનેRead More


Dahod DivyBhaskar News of Dt:7 & 8 August,2018

*Regards……આભાર….* *Sachin Desai (Dahod)M: 094265 95111Email: sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


દાહોદ શહેર પોલીસે જિલ્લા પોલીસવડા હિતેશ જોઈસરની સૂચનાથી આરંભી ટ્રાફિક ડ્રાઈવ : શહેરમાં ચોમેર સપાટો

    દાહોદ જિલ્લામાં ચાર્જ સાંભળતાની સાથે જ નવા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર જીલ્લામાં જુદી સમસ્યાઓ ટ્રાફિક, ક્રાઈમ, ચોરી, ધાડ અને લૂંટને નાથવા માટે જુદા જુદા એક્શન પ્લાન બનાવીને ઇમ્પ્લીમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. આ એક્શન પ્લાનના ભાગ રૂપે છેલ્લા બે દિવસથી દાહોદમાં જુદા જુદા વિસ્તારોમાં જેમ કે સ્ટેશન રોડ, એમ.જી.રોડ, દોલતગંજ બઝાર, ગાંધી ચોક, પડાવ સરદાર ચોક, ગોવિંદનગર, મંડાવાવ સર્કલ કે જ્યાં ટ્રાફિકની ખુબ જ વધુ સમસ્યા છે તેવા વિસ્તારોમાં દાહોદ પી.આઈ. કે.જી પટેલ, વાળા, બલુચ જેવા અધિકારીઓ અને PSI ની ટીમો દાહોદના રોડ ઉપર ફરી અને તમામ વિસ્તારોમાંRead More


News from Dahod

નમસ્કાર દાહોદીયનો, કેમ છો મજામાં ને? ખૂબ લાંબા સમય બાદ આ સ્થળે ભેગા થવાનું થયું છે. માફ કરશો થોડી વ્યસ્તતાના કારણે આપણા સહુની માનીતી આ વેબસાઈટ www.dahod.com < www.dahod.com> સુષુપ્ત થઇ જવા પામી હતી. જો કે હવેથી નિયમિત ધોરણે ચાલતી રહે તેવા પ્રયત્નો કરીશું એની ખાતરી આપીએ છીએ. લાંબા સમય બાદ “દિવ્યભાસ્કર”માં આવેલા દાહોદના સમાચારો દ્વારા આપ સમક્ષ પ્રસ્તુત થતા આનંદની અનુભૂતિ થાય છે. આશા છે દાહોદ સાથેનો આ રીતનો સંપર્ક આપને ગમશે જ! – આભાર Thanks – ગોપી શેઠ (યુ.એસ.એ.) & સચિન દેસાઈ (દાહોદ)


દાહોદ રોટરી ઇન્ટરનેશનલ નો 2018 – 2019 નો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો

      સેવા કે અમૃત દ્વારા ઇન્ટરનેશનલ ૩૦૪૦ રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા તા.૦૪/૦૮/૨૦૧૮ના પ્રમુખ, મંત્રીની તથા નવા વરાયેલા રોટેરીયન સદસ્યોની શપથ ગ્રહણ રાખવામાં આવ્યો હતો. જેમાં રોટે. નવીન નાહર, દેવાસના સહાયક ગવર્નર, દાહોદ નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, કલેક્ટર ચીટનીસ મેહુલ ખાંટ, RCC અધ્યક્ષ દિનેશ રાઠોડ, રાહુલ મોટર્સના ઓનર રાહુલ તલાટી, ગોધરા ૩૦૪૦ ના રોટે. આ. ગવર્નર ડો.જૈમીન શાસ્ત્રી ના અધ્યક્ષ સ્થાને પ્રમુખ રોટે. છોટુભાઈ તથા મંત્રી રોટે. રમેશભાઈ જોષી, સદસ્ય સભ્યો, ખજાનચી સંજય બારીયા, રોટરી પીન કોલર પહેરાવી શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ તમામ કાર્યક્રમની પૂર્વ તૈયારીRead More


🅱reaking દાહોદ : દાહોદનાં ગોદી રોડ ઉપર આવેલ ઝુલેલાલ સોસાયટીની બાજુમાંથી લોકોએ ચોરને પકડ્યો

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગોદી રોડ પર આવેલ ઝૂલેલાલ સોસાયટીની બાજુમાંથી મોડી રાત્રે ચોરી કરવા આવેલ ચોરને લોકોએ પકડી લીધો. ચોરને પકડી લોકોએ હાથ પગ બાંધી દીધા. હાથ પગ બાંધી લોકોએ આપ્યો મેથીપાક. લોકોએ સવાર સુધી બાંધી રાખ્યો અને માર માર્યો. તે ચોર દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો અને તેની સાથે વાળા બધા જ ભાગી છૂટ્યા હતા. આ ચોરે મધ્ય પ્રદેશના ઝાબૂઆ જિલ્લાના પીથમપુરનું હોવાનું કબુલ્યું હતું. સ્થળ પર લોકોને કહ્યુ કે મને મારો પણ પોલીસ ના બોલાવશો મને છોડી મુકો હું તમને મારા અન્યRead More