New Voice of Dahod Just Arrived

પ્રિય દાહોદીયનો, નમસ્કાર… દાહોદના ‘નગરશેઠ’ નું બિરુદ જીવનપર્યંત સાર્થક કરનાર પૂજ્ય શ્રી ગિરધરલાલ શેઠની 100 મી જન્મજયંતિના પાવન અવસરે દાહોદની તેઓશ્રીએ સીંચેલી અને આજે તો વટવૃક્ષ બની ચુકેલી વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો આયોજિત થયા અને એ રીતે આધુનિક દાહોદના ઘડવૈયા તરીકે પણ ઓળખાતાં આવા પુણ્યાત્માનો શતાબ્દી મહોત્સવ દાહોદવાસીઓએ ધન્યતાથી ઉજવ્યો, જેની વિગતો આપણે અલગ પોસ્ટ દ્વારા મેળવીશું. અત્યારે આ સપ્તાહનું અર્થાત તા:22-11-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત કરતા આનંદ થાય છે. આ અંકમાં આફ્રિકાના સુખ્યાત મસાઈમારા અને કેન્યાના વન્યસૃષ્ટિથી સભર વિવિધ અભ્યારણોની યાદગાર મુલાકાત બાદ લખાયેલ ”પ્રકીર્ણ” આપને 100% ગમશે. તો દાહોદ ખાતે પણ મેગાસિટી’ઓ ની જેમ વધતા જતા અવાજના પ્રદુષણ વિષે માહિતી આપતું ”ડોકિયું” છે. ભારતભરમાં આપણા ઘરે આપણા સ્વાસ્થ્યના દુશ્મન એવી માખીઓ વિષે મજાની માહિતી આપતું ‘ફીલર’ અને નિયમિત કોલમ ‘સપ્તાહના સાત રંગ” પણ આ અંકમાં છે. સાથે સાથે દાહોદના વિવિધ સમાચાર તો ખરા જ! તો આવો, અત્રે આ અંકનું ટ્રેલર માત્ર જોઇને www.dahod.com ની મુલાકાત લઈએ.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com


Related News

Comments are Closed

%d bloggers like this: