New ‘Voice of Dahod’ (Dt:5th Sep.) is Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો,
આપ સહુને આજે ઉજવાતા જન્માષ્ટમીની અને આજે જ ભારતભરમાં ઉજવાતા ”શિક્ષક દિવસ” ના પાવન પર્વની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:05-09-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ભગવાન શ્રીકૃષ્ણને લાગતું ”ડોકિયું” અને શ્રીકૃષ્ણ વિષે રોચક માહિતી આપતું ‘સપ્તાહના સાત રંગ’ આપને ગમશે તેવી આશા અસ્થાને નથી. આજે ”પ્રકીર્ણ” કોલમની ગેરહાજરીમાં ”સત્ય સમજવા શ્રદ્ધાળુઓ તૈયાર નથી” અને ”લોહીની સગાઇ” જેવા મસ્ત ફીલર્સનું રસપ્રદ ભાથું છે. આ જ અંકમાં સાથે સાથે આજે 5 સપ્ટેમ્બરે ઉજવાનારા શિક્ષક દિને રાજ્યકક્ષાએ સન્માનિત થનાર શિક્ષકોની પસંદગી પૈકી દાહોદની નવજીવન ગર્લ્સ હાઈસ્કુલના શિક્ષક શ્રી ડાહ્યાભાઈ પટેલની પણ ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકેની પસંદગી વગેરે જેવી અનેક દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે.
ગુજરાતમાં પાટીદાર આંદોલનને લઈને નેટવર્ક બરાબર ચાલતું નહો’તું તેવા સમયે તાજેતરમાં 23 ઓગસ્ટે, આપણું આ ગુગલ ગ્રુપ 7 વર્ષ સમાપ્ત કરીને 8 મા વર્ષમાં મંગલ પ્રવેશ પામ્યું તે બાબત આપને જણાવવાની રહી ગઈ. એની વે, આ નિમિત્તે આપ સહુને દિલી શુભેચ્છાઓ. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: