New ‘Voice Of Dahod’ (Dt:1-11-’14) is Now Online on www.dahod.com

નમસ્કાર, ઉનાળો અને શિયાળો; એ બે ઋતુઓના સંધિકાળ જેવા આ સમયમાં ”વોઈસ ઓફ દાહોદ” નો દીપોત્સવી અંક બાદનો પ્રથમ અંક પ્રસ્તુત થઇ રહ્યો છે. તા: 1 નવેમ્બરના આ અંકમાં આવા મોટા અને ખર્ચાળ પર્વો સંદર્ભે, આપણી માનસિકતા બદલવા કંઈક વિચારવા જેવું દર્શાવતું ”ડોકિયું” છે. તો આવી જ કેટલીક શીખવા જેવી નાની નાની વાતો સંદર્ભે લખાયેલ અને આ અંકમાં આવરી લેવાયેલ સુખ્યાત લેખક શ્રી દિનેશ પાંચાલના એક લેખનું સાભાર- સંકલન પણ મનનીય છે. શ્રી વસંત દવે લિખિત ‘ગેસ્ટ કોલમ’ છે તો નિયમિત કોલમ ‘સપ્તાહના સાત રંગ’ તો છે જ! આપણી નિયમિત કોલમ ‘પ્રકીર્ણ’ ની આ અંકમાં ગેરહાજરી છે તો તેના સ્થાને હિમા યાજ્ઞિક લિખિત આપણી લોકબોલીના શબ્દો વિશેનો એક ખુબ જ રસપ્રદ લેખ છે. અને હા, દાહોદના વિવિધ સમાચાર તો ખરા જ! તો અત્રે તા:1-11-2014 ના આ ‘વોઈસ ઓફ દાહોદ’ નું ટ્રેલર જોઇને પૂરેપૂરું માણવા માટે www.dahod.com વેબસાઇટની મુલાકાત લેવાનું અને ત્યારબાદ એ સંદર્ભે આપના સૂચનો- પ્રતિભાવ અમને અમારા અત્રે નીચે દર્શાવેલ Email ID ઉપર આપવાનું ભૂલતા નહિ.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

01-11-2014- Sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: