New ‘Voice of Dahod’ (04-04-’15) is now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, માર્ચ એન્ડીંગ બાદ પુન: નવા હિસાબી વર્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે. આપ સહુને આગામી નાણાકીય વર્ષ સરસ મજાની સમૃદ્ધિ લાવનારું નીવડે તેવી www.dahod.com, દાહોદ ગુગલ ગ્રુપ અને ”વોઈસ ઓફ દાહોદ” તરફથી સહૃદય શુભકામનાઓ. આ સાથે તા:4 એપ્રિલ, 2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આજે હનુમાન જયંતીનો પાવન અવસર છે ત્યારે સ્વભાવિક રીતે જ ”ડોકિયું” માં તે વિષય છે તો ઉનાળાના આગમન ટાણે ‘પ્રકીર્ણ’માં સૂર્ય વિશેની અનેક રસપ્રદ માહિતી દર્શાવેલી છે. વિજ્ઞાનના આ યુગમાં આપણે માનવીઓ વધુને વધુ અંધ-શ્રદ્ધાળુ બનતા જઈએ છે તેની સામે લાલ બત્તી ધરતા શ્રી વલ્લભદાસ ઈટાલીયાના એક સરસ લેખનું સંકલન છે. ‘સપ્તાહના સાત રંગ’ અને અન્ય ફીલરની સાથે આગામી સોમવારે 6 અપ્રિલના રોજ દાહોદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાનાર ભાજપના સ્થાપના દિવસે અત્રે કીર્તિમાન સર્જક વિશાળ માનવધ્વજ રચાશે તેના સમાચાર છે. તો સિંગાપોર નિવાસી શ્રી પુરૂષોત્તમદાસ નાનાલાલ દેસાઈએ વતન દાહોદ ખાતે એક અત્યાધુનિક એર કંડીશન અતિથિ ગૃહ બનાવવા કાજે 35 લાખ રૂ.ના માતબર દાનની જાહેરાત કરી છે તે અને તેવી અન્ય માહિતિ છે.

‘વોઈસ ઓફ દાહોદ’ ના નિયમિત વાચક તરીકે આપ પ્રતિભાવ રૂપે એક ઇમેઇલ ના કરી શકો? આપના સૂચનો – પ્રતિભાવની અમને આતુરતા છે. અમારું ઈમેઈલ ID અત્રે દર્શાવેલ છે જ! અને આ સાપ્તાહિકનું અહી ટ્રેલર જ દર્શાવ્યું છે. તેને પૂરેપૂરું વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com

04-04-2015-Sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: